Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ભરૂચમાં ગણેશ ઉત્સવની ઉજવણી સાથે પ્રકૃતિનું જતન: પાલિકા જૂનાં ફૂલહારમાંથી બનાવશે ખાતર

શણગારની શોભા વધારતા ફૂલમાંથી ખાતર બનાવનાઓ પ્રોજેક્ટ હાથ ધર્યો

ભરૂચ : ગણેશ ઉત્સવ દરમ્યાન ભક્તિ અને આનંદ સાથે પ્રકૃતિના જતન માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં તંત્ર પણ ભાગીદાર બની રહ્યું છે. ભરૂચના ગણેશ પંડાલોમાંથી દરરોજના સેંકડો કિલો ફુલહાર એકત્રિત કરી પાલિકા ખાતર બનાવશે.

ગણેશ મહોત્સવ દરમ્યાન જળ પ્રદુષણ અટકાવવા સામાજિક સંસ્થાઓ અને પાલિકા દ્વારા સરહાનીય પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રભુની આરાધના અને શણગારની શોભા વધારતા ફૂલ બીજા દિવસે પ્રદૂષણનું કારણ ન બને તે માટે આ ફૂલમાંથી ખાતર બનવવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે. દુંદાળા દેવની આરાધનાના પર્વ ગણેશ મહોત્સવની હાલ ઉજવણી કરવામાં આવી રહી છે. વિવિધ ગણેશ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે અને પ્રતિમાનું પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે.ગણેશજીને રોજ સવાર સાંજ ફૂલ હાર ચઢાવવામાં આવે છે.

(12:43 am IST)