Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અમદાવાદ: મૂક-બધિર યુવતીનું અપહરણ કરી બળાત્કાર કરનાર અપંગ યુવકની અટકાયત

ઘરે ઉતારી જવાનું કહીને અસલાલી રિંગરોડ પર લઇ જઈને દુષ્કર્મ ગુજાર્યું

 

અમદાવાદ : શહેરમાં મૂક-બધિર યુવતીને તેના ઘરે ઉતારી જવાનું કહી અપહરણ કરી અસલાલી રીંગરોડ લઇ જઇ બળાત્કાર ગુજારાયો હોવાની  ઘટના બહાર આવી હતી બળાત્કાર ગુજારનાર અપંગ યુવાનએ મૂક-બધિર યુવતી પર બળાત્કાર ગુજારાયો હોવાનુ સામે આવ્યુ છે. પોલીસ ગણતરીના કલાકોમાં અપંગ યુવાન ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અમરાઇવાડીમાં રહેતી વિધવા વૃધ્ધાને ચાર સંતાનો છે. જેમાં એક પુત્રનું મૃત્યુ નીપજ્યું હતું. પુત્રની 23 વર્ષની પુત્રી તેના દાદી સાથે રહે છે. બે દિવસ પહેલાં વૃધ્ધા મજૂરી કામે ગયેલ હતા અને ત્યાંથી પરત આવ્યા ત્યારે 23 વર્ષની પૌત્રીની ભાળ મળી હતી જેથી પરિવાર સાથે મળી તેની શોધખોળ હાથ ધરી પણ તે મળી હતી.

  દરમિયાન મોડી રાત્રે એક અપંગ વ્યક્તિ વાહન પર યુવતીને ઘરે લઇને આવ્યો હતો. બાદમાં યુવતીને જોતાં તેના કપડાં પર માટી જોવા મળી હતી. જેથી તેની પૂછપરછ કરતા વાહન પર મૂકવા આવેલો અપંગ શખ્સ બળાત્કાર ગુજાર્યો હોવાનું યુવતીએ પરિવારને જણાવ્યું હતું.

ઘટનામાં પોલીસ અધિકારીઓ કાંકરિયા નજીક તપાસ કરવા નીકળ્યા હતા. દરમિયાન ફૂટપાથ પર બેઠેલી એક મહિલા મળી અને તે અમરાઇવાડીમાં મંદિરે જતી હોવાથી તેને ઓળખતી હોવાનું જણાવ્યું હતું. રાત્રે મૂક-બધીર યુવતી ફરતી ફરતી ત્યાં આવી હતી. અને બાદમાં એક અપંગ વ્યક્તિ તેને વાહન પર બેસાડી ઘરે મૂકવા જવાનું કહી લઇ ગયો હતો. શખ્સે તેને ઘરે મૂકવાના બહાને કૂકર્મ આચર્યુ હોવાનું બહાર આવ્યું છે.

(12:54 am IST)