Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

બાયડમાં ગણેશ વિસર્જન યાત્રામાં દેશભક્તિના દર્શન :111 ફૂટ લાંબો તિરંગો લહેરાવ્યો:પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ

મંગળયાન તેમજ શહીદોના ટેબલો પ્રદર્શિત કર્યા

 

અરવલ્લી જીલ્લાના બાયડમાં ગણેશ વિસર્જન યાત્રામાં અનોખો દેશભક્તિનો રંગ પણ જોવા મળ્યો હતો. ભગવાન ગણેશની વિસર્જન યાત્રામાં 111 ફૂટ લાંબા તિરંગા સાથે પુલવામામાંના શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.  

બાયડ ગણેશ મંડળ દ્વારા ત્રણ દિવસ માટે 6 ફૂટની ઊંચાઈ ધરાવતાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી. ત્યારે ત્રણ દિવસના પૂજન અર્ચન બાદ  ગણેશજીનું વિસર્જન કરાયું હતું. ત્યારે ગણેશ વિસર્જન યાત્રા એક અલગ પ્રકારે દેશ ભક્તિના રંગમાં રાગયેલી જોવા મળી હતી

  . યાત્રામાં મંડળ દ્વારા 111 ફૂટ લાંબો રાષ્ટ્ર ધ્વજ બનાવાયો હતો. જેના નીચે પુલવામામાં શહીદ થયેલા શહીદોના ફોટા લગાવી શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અપાઈ હતી. મંગળયાન તેમજ શહીદોના ટેબલો પ્રદર્શિત કર્યા હતા. ભગવાન ગણેશની વિસર્જન યાત્રા ભગવાનની સાથે દેશભક્તિના રંગમાં રંગાયેલી જોવા મળી હતી

(12:58 am IST)