Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

અમદાવાદમાં ચોમાસામાં રસ્તાની બિસ્માર હાલત :કોંગ્રેસ દ્વારા દેખાવો -કમિશનરને આવેદન આપ્યું

મહિલા કાઉન્સિલરોએ બંગડી બતાવી વિરોધ વ્યક્ત કર્યો :કોર્પોરેટરોએ ખરાબ રસ્તાના પોસ્ટરો ચીપકાવ્યા

અમદાવાદ :શહેરમાં ચોમાસામાં રસ્તાની હાલત બિસમાર બની છે મોટાભાગના વિસ્તારોમાં રસ્તાની નાની મોટી ફરિયાદ જોવા મળે છે. વિપક્ષ કોંગ્રેસ દ્વારા ખરાબ રસ્તાને લઈ દેખાવો કરી કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતુ. મ્યુનિસિપલ કમિશનર ઓફિસની બહાર કોંગ્રેસના કોર્પોરેટરો એ વિરોધ કર્યો હતો. મહિલા કાઉન્સિરોએ તો બંગડીઓ બતાવીને વિરોધ દર્શાવ્યો હતો

 . કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા કમિશનર ઓફિસ બહારની દિવાલો ઉપર ખરાબ રોડ રસ્તાના પોસ્ટર ચિપકાવી દેવાયા તો લખાણ લખીને દીવાલને ખરાબ કરવામાં આવી હતી. વિપક્ષી નેતા દિનેશ શર્માએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસામાં રસ્તા ધોવાઇ જતા હોય છે રસ્તામાં મોટો ભ્રષ્ટાચાર થાય છે છતાં તંત્ર દ્વારા કોઇ જ પગલાં લેવામાં આવતા નથી.

(8:44 pm IST)