Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

રૂપિયા આઠ લાખની ચકચારી લાંચના મામલામાં નવો વળાંક :ડીવાયએસપી જે,એમ,ભરવાડે હાઈકોર્ટમાંથી જામીન અરજી પાછી ખેંચી લીધી : કેશવકુમાર દ્વારા હાઇકોર્ટમાં કાનૂની જંગ ખેલવા કરેલી યોજનાને સફળતા

રાજકોટ : રૂપિયા આઠ લાખની લાંચ કેસમાં નાશી છૂટેલા તત્કાલીન જેતપુર ડીવાયએસપી જે ,એમ ભરવાડે પોતાની જામીન અરજી હાઈકોર્ટમાંથી અચાનક પાછી ખેંચી લીધી છે

 સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ એસીબી વડા કેશવકુમારે કાનૂની જંગમાં પણ ઉચ્ચ અધિકારીઓને સફળતા ન મળે એ માટે શરુ કરેલ અભિયાનના ભાગરૂપે આ કિસ્સામાં પણ કાનૂની તજજ્ઞો દ્વારા હાઇકોર્ટમાં પણ જે જોરદાર દલીલો કરી તેને પરિણામે હાઈકોર્ટમાંથી ડીવાયએસપી જે,એમ ભરવાડે જામીન અરજી પાછી ખેંચ્યાનું સૂત્રો જણાવે છે

કચ્છ-ભુજના એસીબીના મદદનીશ નિયામક અને આ કેસના તપાસનીશ અધિકારી કૃષકુમાર ગોહિલ પણ હાઇકોર્ટમાં સરકારી વકીલને જરૂરી દસ્તાવેજો તથા માહિતી આપવા માટે હાઇકોર્ટમાં ઉપસ્થિત રહ્યા હતા 

  અત્રે યાદ રહે કે હથિયારધારાના કેસમાં પોલીસમેન સોનારા મારફત રૂપિયા આઠ લાખની લાંચનું આ છટકું અમદાવાદ એસીબી દ્વારા ગોઠવામાં આવ્યું હતું કેશવકુમારે આ સળગતા મામલાની તપાસ બોર્ડર રેન્જ એસીબીના મદદનીશ નિયામક ક્રુસશકુમાર ગોહિલને સુપરત કરી હતી ફરાર થયા બાદ જેતપુર ડીવાયએસપીની અમદાવાદમાંથી રેઢી કર કે જેમાંથી

(8:19 pm IST)