Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

બોરસદના ખાંધલીની સીમમાં બોગસ પેઢીના નામે 18.21 ગુંઠા જમીન પચાવી પાડનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

બોરસદ: તાલુકાના નાપાવાંટા ખાતે રહેતા એક ખેડૂતના પરનાનાની ખાંધલી ગામની સીમમાં આવેલી ૧૮.૨૧ ગુંઠા જેટલી જમીન કૌટુંબિ સ્વજનોએ બોગસ પેઢીનામુ બનાવીને પચાવી પાડતાં આ અંગે બોરસદ રૂરલ પોલીસે કુલ ૯ વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર નાપાવાંટા નારપુરા રોડ ઉપર રહેતા અબ્દુલરહીમ જશુભા રાણાના પરનાના ગેમલસિંહ અદાભાઈ રાણાની ખાંધલી ગામની સીમમાં રેવન્યુ સર્વે નંબર ૨૯૦વાળી ૧૮.૨૧ ગુંઠા જમીન આવેલી છે. જેમાં ૨૦૦૧ સુધીમાં ગેમલસિંહનું નામ ચાલતુ હતુ. પરંતુ ત્યારબાદ તેમના સગા કેશરીસિંહ અભેસિંહ રાણા, જીતસિંહ અભેસિંહ રાણા, માનસિંહ અભેસિંહ રાણા, રંજન અજીતસિંહ રાણા, અમરસિંહ અભેસિંહ રાણા તથા અંદરબા અભેસિંહ રાણાએ તારીખ ૧૩-૩-૨૦૦૧ના રોજ નાપાવાંટા ગ્રામપંચાયતમાં બોગસ પેઢીનામુ તૈયાર કર્યું હતુ જેમાં ગેમલસિંહના પુત્રી સુરજબાનું નામ કાઢી નાંખીને વારસાઈ બતાવી હતી. તેના આધારે ખાંધલી ગ્રામપંચાયતમાંથી ફેરફાર નોંધ પડાવી દઈને સુરજબાનું નામ કાઢી નાંખ્યું હતુ. આ નોંધ પણ પ્રમાણિત કરાવી લીઘી હતી. 

અબ્દુલરહીમને નાપાવાંટાની જમીનના કેસ બાબતે પરનાના ગેમલસિંહની ખાંધલી ગામની સીમની જમીનની ખબર પડી હતી જેથી ગ્રામપંચાયતમાંથી તમામ નકલો કઢાવતા ઉક્ત વિેશ્વાસઘાત અને છેતરપીંડી કરાઈ હોવાનું ખુલવા પામ્યુ હતુ.

(4:16 pm IST)