Gujarati News

Gujarati News

News of Wednesday, 5th September 2018

શિવસેનાએ આપ્યું હાર્દિક પટેલને સમર્થન :ગુજરાતના રાજકારણમાં ગરમાવો

હાર્દિક પટેલ સાથે ઉદ્ધવ ઠાકરેએ કરી ટેલિફોનમાં વાતચીત :પારણા કરવા આપી સલાહ

અમદાવાદ :છેલ્લા બાર દિવસથી પાટીદાર અનામત અને ખેડૂતોના દેવામાફી સહીતના મુદ્દે ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલને શિવસેનાએ સમર્થન આપ્યું છે એનડીએના ઘટકદળ અને કેન્દ્ર તથા મહારાષ્ટ્રની સરકારોમાં સામેલ ભાજપના સાથીપક્ષ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે તેમણે હાર્દિક પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. છેલ્લા બાર દિવસથી હાર્દિક પટેલના ઉપવાસ ચાલી રહ્યા છે. તેમણે હાર્દિક પટેલને ઉપવાસ છોડીને પારણા કરવા માટે વાત કરી છે. ઉપવાસથી પ્રશ્ન ઉકેલાવાનો નથી.

 દ્ધવ ઠાકરેએ હાર્દિક પટેલને કહ્યુ છે કે આ સંવેદનહીન લોકો કંઈ કરવાના નથી.

 શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે એ મહારાષ્ટ્રમાં પત્રકાર પરિષદ યોજીને હાર્દિક પટેલ માટે સમર્થન જાહેર કર્યું છે. આ સાથે જ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ઉદ્ધવ ઠાકરે કહ્યું કે મેં હાર્દિક સાથે ફોન પર વાતચીત કરી પારણાં કરી લેવાની સલાહ આપી છે. ઠાકરે કહ્યું કે હાર્દિક સાથે સરકારે ચર્ચા કરવી જોઇએ.

(3:39 pm IST)