Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં દંપતીનો પીછો કરી રહેલ યુવકને ઠપકો આપ્યાની અદાવત રાખી હુમલો કરનાર વિરુદ્ધ ટોળકી

 

વડોદરા:શહેરના કારેલીબાગના  તુલસીવાડી વિસ્તારમાં આવેલી સરકારી શાળા પાસે ગઇકાલે મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. દંપતીનો પીછો કરી રહેલા યુવકને ટોકતા તેની અદાવત રાખી હુમલાખોરો ચપ્પુના ઘા ઝિંકી ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર તુલસીવાડીમાં રહેતા અંકિતાબેન જયેશભાઈ ખુમાણ સંબંધીના ખબર અંતર પૂછવા હોસ્પિટલ જતા હોય મંગલેશ્વર ઝાંપા ખાતે રહેતા મિતેશ વિક્રમ સોલંકી અને અક્ષય વિક્રમ સોલંકીએ પીછો કર્યો હતો. જેથી જયેશ ખુમાણે ઠપકો આપતા તેની અદાવત રાખી ઉશ્કેરાયેલા મિતેશ અને અક્ષય જયેશના ઘરે તુલસીવાડી ખાતે પહોંચ્યા હતા. દરમિયાન ઝપાઝપી થતાં છોડાવવા પડેલા વિશાલ કટારીયાને હુમલાખોરોએ ચાકુના ઘા માર્યા હતા. જેથી ફસડાઈ પડેલાં વિશાલને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો ઘટનાસ્થળે સ્થાનિકો દોડી આવતા હુમલાખોર પોતાનું મોટરસાયકલ સ્થળ પર છોડી નાસી છૂટયા હતા. ઘટનાની જાણ થતા કારેલીબાગ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

(6:01 pm IST)