Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

અમદાવાદના ઓઢવમાં દીકરીને જન્મ આપતા સાસરિયા પરિણીતાનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારવાની કોશિષ કરતા પોલીસ ફરિયાદ

 

અમદાવાદ: શહેરનાઓઢવમાં રહેતી પરણીતાને દિકરીનો જન્મ થયા બાદ સાસરીયા દ્વારા હેરાન પરેશાન કરવામાં આવતી હતી. તાજેતરમાં પતિએ ગળુ દબાવીને મારી નાંખવાની કોશિષ કરીને ઘરમાંથી પહેરે કપડે કાઢી મુકી હતી. મહિલાએ પકડવંજમાં રહેતા પતિ સહિત ચાર લોકો સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

કેસની વિગત એવી છે કે  ઓઢવમાં આદિનાથ નગર પાસે એયોધ્યાપુરી સોસાયટીમાં રહેતા સોનલબહેન અમિતભાઇ ભટ્ટ ઓઢવ પોલીસ સ્ટેશનમાં કપડવંજમાં રહેતા પતિ અમીતભાઇ  અરવિંદભાઇ ભટ્ટ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોધાવી છે કે મહિલાના ૨૦૧૭માં  લગ્ન થયા હતા. લગ્નના ચાર મહિના સારી રીતે રાખવામાં આવતી હતી ત્યારબાદ ઘર કામ બાબતે તકરાર કરીને માનસિક તેમજ શારિરીકે ત્રાસ આપવામાં આવતો હતો  મહિલા કંઇ પણ બોલે તો મારઝૂડ કરતા હતા.

 ૨૦૧૮માં મહિલાએ દિકરીને જન્મ આપ્યો ત્યારે પતિ દવાખાનામાં  આવ્યા પણ દિકરીને સામે જોયુ પણ હતું અને સાસુ સાથે પરત જતા રહ્યા  હતા. તે પથરો જણ્યો છે  ઘમંડ શનો કરે છે કહીને મહેણા મારતા હતા. પતિ રાતે મોડા આવે તો બોલાચાલી કરીને મારઝૂડ કરતા હતા. તદસ દિવસ પહેલા પતિએ ગળુ દબાવીને મારી નાખવાની કોશિષ કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી.

(5:59 pm IST)