Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ગાંધીનગરમાં સે-21માં શાકભાજી લેવા ગયેલ સાસુ વહુના થેલામાંથી ગઠિયો હેન્ડપર્સ ચોરી છૂમંતર....

 

ગાંધીનગર: શહેરમાં ગઠીયા ટોળી સક્રિય થઈ છે ત્યારે વાવોલમાં રહેતાં સાસુ અને વહુ ગઈકાલે સાંજે સે-ર૧ શાકમાર્કેટમાં શાકભાજી લેવા ગયા હતા તે દરમ્યાન ગઠીયાએ થેલામાંથી રોકડ અને દાગીના ભરેલું હેન્ડપર્સ ચોરીને પલાયન થઈ ગયો હતો. જે સંદર્ભે સે-ર૧ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે ગુનો નોંધીને ગઠીયાને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.    

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા થોડા સમયથી ઘરફોડ ચોરીની સાથે નાની મોટી ચીલઝડપની ઘટનાઓ વધી રહી છે. શહેરમાં પણ બનતી ઘટનાઓને પગલે પોલીસ પેટ્રોલીંગ વધારવાની જરૃરીયાત લાગી રહી છે ત્યારે ગઈકાલે વાવોલમાં આવેલા નારણનગર સોસાયટીમાં રહેતા કીંજલબેન પ્રજાપતિ સાસુ કૈલાસબેન સાથે સે-ર૧ શાકમાર્કેટમાં શાકભાજી અને અન્ય ચીજવસ્તુઓ ખરીદવા માટે ગયા હતા. શાકમાર્કેટમાં ખરીદી કર્યા પછી તેમણે હેન્ડ પર્સ થેલામાં મુકી દીધું હતું. ખરીદી બાદ થેલો ચેક કરતાં તેમાં હેન્ડ પર્સ ગાયબ હતું અને જેમાં એટીએમ કાર્ડની સાથે ૮૦૦ રૃપિયા રોકડમોબાઈલસોનાનું મંગળસુત્રબે સોનાની વીટી મળી ૯૧ હજારની મત્તા ચોરાઈ ગઈ હતી. જેના પગલે આસપાસના વિસ્તારમાં તેમણે તપાસ કરવા છતાં ગઠીયો હાથ લાગ્યો નહોતો. જેથી મામલે સે-ર૧ પોલીસ મથકમાં ફરીયાદ આપતાં પોલીસે ગુનો નોંધીન ગઠીયાઓની શોધખોળ આદરી છે. 

(5:54 pm IST)