Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

ઈડરના વસાઈ ગામની સીમમાં ચંદનના ઝાડની ચોરીથી તંત્ર વધુ સજાગ બન્યું

 

ઈડર: તાલુકાના વસાઈ ગામની સીમમાં ચંદનચોર પોલીસ અને વનતંત્રને હંફાવી રહ્યા છે.  શનિવાર અને સોમવાર બાદ મંગળવારે પણ ત્રાટકેલા ચંદનચોર વધુ બે ઝાડની ચોરી કરી ફરાર થઈ જતાંતંત્રના રાત્રિ પેટ્રોલિંગના દાવાનું સુરસુરીયું થયું છે.

વસાઈ પંથકમાં ચંદનના તસ્કરોએ પોલીસના નાક નીચે ચોરીની હેટ્રીક નોંધાવી છે. શનિવારે રાત્રે રૂપિયા લાખની કિંમતના ચંદનના ઝાડની ચોરી બાદ સ્થાનિક પોલીસ ઉપરાંત જિલ્લાની એલ.સી.બી. અને એસ..જી. તથા વનતંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ગામની સીમમાં પોલીસની દોડધામ છતાં સોમવારે  રાત્રે ત્રાટકેલા ચંદનચોરો એક સાથે ચાર ઝાડની ચોરી કરી જઈ પોલીસ તથા વન તંત્રને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.

સોમવારે ચાર ઝાડ ચોરાયા બાદ મંગળવારે રાત્રે પોલીસ તથા વનતંત્રએ મળી સમગ્ર રાત્રિ દરમિયાન વિસ્તારમાં ડેરાતંબુ તાણી સઘન પેટ્રોલિંગ ગોઠવ્યું હતું. તેમ છતાં બંને એજન્સીઓના નાક નીચે તસ્કરો બેખોફ પણે વધુ બે ઝાડની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

(5:53 pm IST)