Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

મોડાસા-શામળાજી હાઇવે નજીક સીએનજી ભરેલ ટ્રકમાં લીકેજ થતા દોડધામ મચી જવા પામી

 

મોડાસા: મોડાસા-શામળાજી હાઈવે રોડ પર સીએનજી ભરેલ ટ્રકમાં મોટું લીકેજ થતાં દોડધામ મચી ગઈ હતી. અચાનક ટ્રકમાં ભરેલી સીએનજી લીકેજના કારણે એક તરફનો હાઈવે બંધ કરાયો હતો. વાહન ચાલકો પસાર થતાં હોવાથી રોંગ સાઈડમાં વાહનો પસાર કરાયા હતા. સીઅનેજી ભરેલી ટ્રકમાં લીકેજ થતાં આસપાસના વિસ્તારમાં ગેસના ગોટેગોટ ઉડયા હતા.સદનસીબે લીકેજમાં મોટી હોનારત થતાં રાહત વર્તાઈ હતી.

મોડાસા-શામળાજી હાઈવે પર બુધવારના રોજ એક ટ્રક સીએનજી બોટલ ભરી લઈ જઈ રહી હતી. ટ્રકમાં સીએનજી ભરેલી લીકેજ સર્જાતા ગેસના ગોટેગોટ ઉડયા હતા.જેથી રોડ ઉપરથી પસાર થતાં વાહનોને અટકાવી દીધા હતા. જયાં સુધી સીએનજી ભરેલ ટ્રકનો ગેસ લીકેજ પુરૂ થાય ત્યાં સુધી એક તરફનો હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો.

(5:52 pm IST)