Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

બાયડ તાલુકાના પ્રાતવેલ નજીક બાઈક ચાલક પાસેથી 500અને 100ની બનાવટી ચલણી નોટોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો

 

બાયડ:તાલુકાના પ્રાતવેલ ગામ નજીક બાઇક ચાલક પાસેથી રૂ. ૫૦૦ અને ૧૦૦ દરની બનાવટી ચલણી નોટોનો જથ્થો એસઓજીએ જપ્ત કર્યો હતો જોકે બાઈક ચાલક પોલીસને જોઈને ભાગી છૂટયો હતો. પોલીસે બાઇકના નંબરના આધારે આરોપીને પકડવા કવાયત હાથ ધરી છે.

અરવલ્લી એસઓજીની ટીમે બાયડ તાલુકામાં પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે તાલુકાના પ્રાંતવેલ ગામનો શખ્સ અલ્પેશકુમાર ઉર્ફે ભલો કાન્તિભાઈ ખાંટ બાઈક લઈને ગામ નજીક પસાર થતો હતો ત્યારે યુવાનની શંકાસ્પદ હિલચાલને લઈને પોલીસની ટીમે તેને રોકવાનો પ્રયાસ કરતા બીકના માર્યા તે બાઇક અને થેલો મૂકી ભાગી છૂટયો હતો. પોલીસે થેલાની તલાશી લેતા તેમાંથી રૂ. ૫૦૦ અને ૧૦૦ના દરની ૨૦૪ જેટલી બનાવટી નોટો જોઈ પોલીસની ટીમ ચોકી ઉઠી હતી. બાદમાં એસઓજી કોન્સ્ટેબલ રાજેશ કાન્તિભાઈની ફરિયાદના આધારે સાઠંબા પોલીસે બાઈક ચાલક સામે ગુનો નોંધી વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

(5:52 pm IST)