Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

અમદાવાદના નારણપુરમાં ૫૮૪ કરોડના ખર્ચે તૈયાર થશે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેકસ

સ્પોર્ટસ કોમ્પ્લેકસ વરદાન ટાવર પાસે અંદાજીત ૭૯,૫૦૦ ચોમી (અંદાજીત ૧૯.૬૫ એકર) ક્ષેત્રફળ વાળા પ્લોટમાં વિકસાવવામાં આવનાર છે

અમદાવાદ,તા. ૫:અમદાવાદ શહેર વર્લ્ડ હેરિટેજ સિટી અને સ્માર્ટ સિટી છે. હવે આગામી દિવસોમાં અમદાવાદ શહેર સ્પોર્ટ્સ સિટી તરીકે પણ ઓળખાશે. ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા અમદાવાદ શહેરમાં નારણપુરા વિસ્તારમાં નવા બનાવવા આવનાર આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્પોર્ટસ કોમ્પ્લેકસ માટે ગ્રાન્ટ ફાળવવા માટે પ્રાથમિક મંજૂરી આપી છે. આ સ્પોર્ટસ કોમ્પ્લેકસ વરદાન ટાવર પાસે અંદાજીત ૭૯,૫૦૦ ચોમી (અંદાજીત ૧૯.૬૫ એકર) ક્ષેત્રફળ વાળા પ્લોટમા વિકસાવવા આવનાર છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા આ કોમ્પ્લેકસ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ વેન્યૂ તરીકે હોસ્ટ કરી શકાય તેમજ ખેલાડીઓ તથા પ્રક્ષકોને ટ્રાન્સપોટેશનની સરળતાથી સુવિધા મળી શકે તે હેતુથી શહેરની મધ્યમ આવેલા આ પ્લોટની પસંદગી કરવામાં આવી છે .

આ સ્પોર્ટસ કોમ્પ્લેકસમા આંતરારાષ્ટ્રીય તથા રાષ્ટ્રીય રમતોની સાથે સાથે પ્રાદેશિક રમતગમતોને પણ પ્રોત્સાહન મળી શકે તે મુજબ ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ કામ માટે અંદાજીત ૫૮૪ કરોડ રૂપિયાનો ખર્ચે થવાની શકયતા છે. આ પ્રોજેકટ કુલ છ ભાગમાં વહેંચાયેલો છે.

એકવાટિક કોમ્પેલક્ષ

આ સ્વિમિંગ પુલની સાઇઝ FINA એપ્રવુડ રાખવામાં આવી છે. જેમા ડાઇવિંગ પુલ તેમજ આર્ટિસ્ટિક તથા વોટરપોલો તરીકે વપરાશ કરી શકાશે. જેની પ્રેક્ષક ગેલેરી ૧૫૦૦ હશે.

કોમ્યુનિટી સ્પોર્ટસ સેન્ટર

જેમાં ૬ બેડમીન્ટ કોર્ટ, ૬ ટેબલ ટેનિસ, ૬ કેરમ ટેબલ, ૯ ચેસ, સ્નુકર અને બીલીયર્ડના ૧૦ ટેબલનો સમાવેશ કરી શકે તેવો મલ્ટીપર્પઝ હોલ તૈયાર કરવામાં આવશે.

સેન્ટર ફોર સ્પોર્ટસ એકસેલન્સ

આ સેન્ટર ઓફ એકસેલન્સમાં ૪૨ મીટર અને ૨૪ મીટરના મુખ્ય ૨ હોલ બનાવવામાં આવશે. જેમાં ૨ બાસ્કેટ બોલ, ૨ વોલીબોલ કોર્ટ અથવા ૮ બેડમીન્ટન કોર્ટ રહેશે. આ ઉપરાત ૪ ટેકવોન્ડો કોર્ટ અથવા ૪ કબડ્ડી કોર્ટ અથવા ૪ રેસલિંગ અથવા ૧૨ ટેબલ ટેનિસ મેચ એક સાથે રમી શકાશે. વધુમાં આ સેન્ટરમા કોચ માટે ૮ ડૂબલ રૂમ, ખેલાડીઓ માટે ૮૯ ટ્રીપલ બેડ રૂમ તેમજ ૧૫૦ કોર્પોરેટ માટેના ડાઇનિંગ હોલનો સમાવેશ થાય છે.

ઇન્ડોર મલ્ટી સ્પોર્ટસ અરેના

સદર અરેનામા ૮૦ મી અને ૪૦ મી સાઇઝના વિશાળ હોલમાં વિવિધ આંતરરાષ્ટ્રીય કક્ષાની ઇવેન્ટ કરવામાં આવશે (એક સમય એક રમત). કુલ ૧૬ બેડમીન્ટન કોટ, ૪ બાસ્કેટ બોલ કોટ, ૪ વોલીબોલ કોટ અને ૪ જીમ્નેસ્ટિક મેટ હશે. આ ઉપરાત તેમાં ટાઇકવોન્ડો કુસ્તી અને ટેબલ ટેનિસ માટે ટ્રેનિગ હેતુ મલ્ટી પર્પઝ હોલની સુવિધા ઊભી કરાશે.

ફિટ ઇન્ડિયા ઝોન

સિનિયર સિટીઝન માટે સિટીંગ એરિયા, સ્કેટિંગ રીંક, કબડ્ડી, ખો ખો ગ્રાઉન્ડ, ચિલ્ડ્રન ઝોન અને જોગિંગ ટ્રેકનો સમાવેશ થાય છે.

આઉટ ડોર સ્પોર્ટસ

૬ ટેનિસ કોટ, ૧ બાસ્કેટ બોલ, ૦ ૧ વોલીબોલ કોટનો સમાવેશ. આ સ્પોર્ટસ કોમ્પેલક્ષમાં ૮૦૦ ટુ-વ્હીલર અને ૮૫૦ ફોર વ્હીલરના પાર્કીની વ્યવસ્થા કરવામાં આવી છે. 

(3:31 pm IST)