Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

વલસાડ જિલ્લામાં પારડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા તેવા પીએસઆઇ બી.એન. ગોહિલને લોકો ભૂલી નહીં શકે

આ અધિકારી લોકોના દિલમાં રાજ કરનાર બન્યા જેની બદલી થતા જ સોશિયલ મીડિયામાં તેમજ વલસાડમાં તેઓ છવાઈ ગયા હતા

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ જિલ્લામાં આવેલ પારડી પોલીસ સ્ટેશન જે પોલીસ સ્ટેશનની આખી કાયાપલટ કરનાર પીએસઆઈ બી.એન. ગોહિલ ને પોલીસ અને આમ જનતા પણ ભૂલી શકે એમ નથી પારડી પોલીસ સ્ટેશનમાં જ્યારથી તેઓ હાજર થયા હતા તેની સાથે જ પોલીસ સ્ટેશનનું સ્વચ્છતા અભિયાન તેમજ સામાન્ય નાગરિકના પ્રશ્નો તરત જ નિકાલ તેવું તે માનતા હતા ખંડેર જેવા પારડી પોલીસ સ્ટેશન ની સુંદર કાયા જે આજે છે તે પારડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી ચૂકેલા અને લોકોના દિલમાં જેની સ્વચ્છ છબી છે તેવા બી.એન. ગોહિલ એ પારડી પોલીસ સ્ટેશનની સુંદર કાયા કરી હતી ચર્ચા એવી પણ છે કે પારડી પોલીસ સ્ટેશનમાં રહી ચૂકેલા બી.એન.ગોહીલની બરોડા બદલી થતા જ બુટલેગરોએ દમણમાં પાર્ટીનું આયોજન કર્યું હતું આ પરથી ખબર પડે છે બી.એન.ગોહિલ કેવી છાપ ધરાવે છે કડક સ્વભાવના ખરા પણ આરોપીઓ માટે ભોડા દિલના પણ ખરા પણ સામાન્ય નાગરિક માટે તેવી ઈજ્જત દઈ ગયા છે જેની બદલી થતા જ સોશિયલ મીડિયામાં તેમજ વલસાડમાં તેઓ છવાઈ ગયા હતા

(10:40 am IST)