Gujarati News

Gujarati News

News of Thursday, 5th August 2021

રાજપીપળા S.T ડેપોમાં ઉભેલી બસમાંથી 19 લાખના હીરાની બેગની ઉઠાંતરી થતા પોલીસ કાફલો દોડી આવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના નાનકડા એસટી ડેપોમાં પણ હવે ઉઠાઉગીર ગેંગ સતર્ક થઈ હોય તેમ 3 ઓગસ્ટે બપોરે પ્લેટફોર્મ પર ઉભેલી એસટી બસમાંથી એક મુસાફરની લાખોના હીરા સાથેની બેગ કોઈ અજાણ્યો ગઠીયો લઈ ચાલ્યો જતા ચકચાર મચી જવા પામી હતી
  પ્રાપ્ત વિગતો અનુસાર સુરત ના ભવાનીવડ પાસે રહેતા સતિશકુમાર લક્ષ્મણભાઈ પટેલની ફરીયાદ મુજબ તેઓ તા.3 ઓગસ્ટે કવાંટથી બીલીમોરા જતી બસમાં સુરત જવા નીકળ્યા હતા તે દરમ્યાન બસ રાજપીપળા ડેપોમાં ઉભી રહેતા બપોરે 4.30 વાગે તેઓ પેશાબ પાણી કરવા માટે પોતાનો થેલો જેમાં તૈયાર હીરાના પાર્સલો નંગ -૧૯ કિ.રૂ .૧૯,૦૦૦૦૦ તથા આગણીયાનું ભરથિયું રજીસ્ટર તેમજ પાર્સલ મળ્યાની રસીદો હોય જે બસની શીટમાં મુકી નીચે ઉતરતા તે બેગ પીળા કલરની ટી -શર્ટ પહેરેલ ઇસમ બસમાં ચડી ચોરી કરી લઇ જતા આ બાબતે ઘટનાની જાણ થતાંજ રાજપીપળા એસટી ડેપોમાં ડીવાયએસપી રાજેશ પરમાર, એલસીબી પી.આઈ. અલ્પેશ પટેલ,ટાઉન પી.આઈ.એમ.બી. ચૌહાણ સહિતનો પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

(10:13 pm IST)