Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રાજ્યના ૧૮૪ તાલુકાઓમાં હેત વરસાવતા મેઘરાજા: ડોલવણ ૩.૫ ઇંચ...જાફરાબાદ ,વાંસદા અને તારાપુર ૩ ઇંચ વરસાદ

 

વાપી : હવામાન ખાતા ની ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી વચ્ચે રાજ્ય ના ૧૮૪ તાલુકાઓ માં મેઘરાજા આજે સવારથી વરસી રહ્યા છે.

  ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે વાગ્યાથી લઇ રાત્રી ના વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો..ડોલવણ  ૮૫ મીમી,જાફરાબાદ ૭૫ મીમી,વાંસદા ૭૩ મીમી,તારાપુર ૭૦ મીમી,માંગરોળ ૫૯ મીમી, માણાવદર ૫૮ મીમી,વલસાડ ૫૬ મીમી,ગઢડા અને વેરાવળ ૫૪-૫૪ મીમી,ભાવનગર ૫૨ મીમી,મહુવા ૫૦ મીમી,ધાનેરાવિસાવદર અને પારડી ૪૮-૪૮ મીમી,રાજુલા ૪૫ મીમી,સાવરકુંડલા અને ગણદેવી ૪૪-૪૪ મીમી,અમરેલી ૪૨ મીમી,ખંભાત અને બાયડ ૪૦-૪૦ મીમી વરસાદ નોંધાયો છે

  ઉપરાંત પ્રાંતિજ ૩૯ મીમી,ધોરાજી ૩૮ મીમી,નવસારી અને ભેસાણ ૩૭-૩૭ મીમી,વાડિયા અને લીંબડી ૩૬-૩૬ મીમી,કડાના ૩૫ મીમી ,જેતપુર-પાવી ,કલોલ અને સુત્રાપાડા અને કુકરમુંડા ૩૪-૩૪ મીમી,બરવાળા ,હળવદ ,રાણાવાવ અને ઉમરગામ ૩૩-૩૩ મીમી વરસાદ નોંધાયો છે.
 
જ્યારે લુણાવાડા ,મહુવા અને ધરમપુર ૩૧-૩૧ મીમી,વઢવાણ ૩૦ મીમી,લખતર ૨૯ મીમી,જેતપુર અને વાપી ૨૮ મીમી,લીમખેડા ,હારીજ અને કુતીયાણા ૨૭-૨૭ મીમી,સોજીત્રા ,કપડવંજ અને સિદ્ધપુર ૨૬-૨૬ મીમી ,વઘઈ ,બાલાસિનોર અને જલાલપોર અને વિજયનગર ૨૫-૨૫ મીમી ,ઉના ૨૩ મીમી,કપરાડા ૨૨ મીમી,બાવળા ,ફથેપુરા અને ધાંગધ્રા ૨૧-૨૧ મીમી, કોડીનાર અને ચાણસ્મા ૨૦-૨૦ મીમી વરસાદ નોંધાયેલ છે  

    ઉપરાંત રાજ્ય ના અન્ય ૧૨૪ તાલુકાઓ માં મીમી થી લઇ ૧૯ મીમી સુધી નો હળવો  વરસાદ નોંધાયો છે. દક્ષીણ ગુજરાત ની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ ની જળસપાટી સાંજે કલાકે ૩૨૭.૦૫ ફૂટે પોહોંચી છે.

(10:21 pm IST)