Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

વાપી જીઆઈડીસીની મિકાસ ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ: માલ અને મશીનરી બળીને ખાખ

વલસાડ,વાપી જીઆઈડીસીમાં ફોર્થ ફેઈઝમાં આવેલ મિકાસ ઓર્ગેનિક્સ કંપનીમાં  અચાનક આગ ભભૂકી ઉઠી હતી. એક તરફ વરસાદ વરસતો હતો. આવા સમયે જ કંપનીમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી. આગ લાગ્યા બાદ કંપની દ્વારા વાપી નોટિફાઇડ અને નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરતા ફાયરના જવાનો તાત્કાલિક કંપની પર પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધર્યા હતાં.

 આ અંગે મળતી વિગત મુજબ વાપી જીઆઈડીસીમાં મિકાસ ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગવરસાદી માહોલમાં પણ આગનું વિકરાળ સ્વરૂપ જોતા ફાયરના ૭થી વધુ ફાયર ટેન્ડર બોલાવી આગ પર પાણી અને ફોમનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આગ લાગવાનું કારણ હાલ અકબંધ રહ્યું છે. તેમજ આગમાં જાનહાની નુકસાની ટળી હતી, પરંતુ કંપનીમાં રહેલ મશીનરી સહિત તૈયાર પ્રોડક્ટ આગમાં સ્વાહા થઈ હતી

 

(8:56 pm IST)