Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પલસાણાના કડોદરા પાલીકાનો વધુ એક કર્મચારી કોરોના સંક્રમિત : દેસાઈ ફળિયું હોટસ્પોટ બન્યું

નગરપાલિકા હાલ પૂરતી બંધ ;સેનેટાઈઝ કરવાની કામગીરી કરાઈ

બારડોલી : સતત બીજા દિવસે પલસાણા તાલુકાની કડોદરા નગરપાલિકામાં કામ કરતાં વધુ એક કર્મચારી કોરોના સંક્રમિત થતાં કડોદરામાં ભયનો માહોલ ઊભો થયો છે. આ યુવા કર્મચારી સાથે દેસાઇ ફળિયામાં 65 વર્ષીય વૃદ્ધનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

કડોદરા નગરનું દેસાઇ ફળિયું કોરોના માટે હોટસ્પોટ બન્યું છે. કડોદરા નગરપાલિકામાં ફરજ બજાવતા 32 વર્ષીય યુવાન કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈ નગરમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે કડોદરા નગરના દેસાઇ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ પણ કોરોના સંક્રમિત થતાં હોટસ્પોટ બનેલું કડોદરાનું દેસાઇ ફળિયામાં વધુ બે કોરોનાના કેસ નોંધાયા છે. કડોદરા નગરપાલિકા હાલ પૂરતી બંધ કરી દેવામાં આવી છે અને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

(8:52 pm IST)