Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

વલસાડ જિલ્લામાં ધન્‍વન્‍તરી આરોગ્‍ય રથની કામગીરી

વિવિધ વિસ્‍તારોમાં ફરીને ૧૧૨૨ ઘરોના ૪૪૫૯ વ્‍યક્‍તિઓનો સર્વે કરાયો

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં આરોગ્‍યલક્ષી કામગીરી માટે બે આયુષ તબીબ, એક ફાર્માસીસ્‍ટ અને એક એ.એન.એમ. સાથેના કુલ ૩૩ આર.બી.એસ.કે. વાહનોને ધન્‍વંતરી આરોગ્‍ય રથ તરીકે કાર્યરત કરાયા છે.ધન્‍વંતરી આરોગ્‍ય રથની ટીમે તા૦૫/૦૮/૨૦૨૦ના રોજ વલસાડ જિલ્લાના વિવિધ વિસ્‍તારોમાં ફરીને ૧૧૨૨ ઘરોના ૪૪૫૯ વ્‍યક્‍તિઓનો સર્વે કરાયો હતો. જેમાં ૬૬૮ આરોગ્‍ય સેતુ એપ ડાઉનલોડ કરાવાઇ હતી. જ્‍યારે ૧૪૧ ઉકાળા વિતરણ અને ૬૪૮ શમશમનીવટી ટેબ્‍લેટનું વિતરણ કરાયું હતું. પ્રાથમિક તબીબી પરીક્ષણ દરમિયાન ૧૫ વ્‍યક્‍તિઓમાં સામાન્‍ય બીમારીના લક્ષણો જણાતાં તેમને જરૂરિયાત મુજબની સારવાર કરી દવાઓ આપવામાં આવી હતી.

(7:12 pm IST)