Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

નવસારી જિલ્લામા સુરત રેન્જ ઑપરેશન ગૂર્પનો સપાટો , દારૂ ભરેલ કાર પકડી

સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનની સુચનાથી પીએસઆઈ જી.આર.જાડેજાના માર્ગદર્શનથી સફળતા

(કાર્તિક બાવીશી દ્વારા) સુરત રેન્જની ઓપરેશન ગ્રુપની ટીમે ભીલાડ ખાતેથી એક ઈસમ પોતાના કબજાની સિલ્વર કલર નહીં ઈટીયોસ કાર નંબર GJ.16.બીજી 5380માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વાપી થઈ.
સુરત તરફ જનાર હોઇ જેની બાતમી હકીકતના આધારે સુરત રેન્જની ઓપરેશન ગ્રુપની ટીમ, સીસોદ્રા પાટીયા પાસે વોચમાં હતા.જે દરમ્યાન બાતમીમાં જણાવેલ ઈટીયોસ કાર આવતા તેને અટકાવી કારમા તપાસ કરતા કારમાંથી દારૂ બોટલ નંગ 552 કિમંત રૂપિયા 76,800 તથા મોબાઈલ, તથા રોકડ રકમ મળી કુલ કિમંત 4,99,800નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.જેમાં પકડાયેલ આરોપી વિજયકુમાર જે રહેવાશી આલ્યાસ ટિમ્બિ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ જેમાં વોન્ટેડ આરોપી જે દારૂનો માલ ભરાવનાર શરદ (રહે.ભીલાડ )જેમા દારૂનો મગાવનાર વિજય (રહે.સાયરગામ તાલુકો કરજણ જિલ્લો બરોડા) અને સતિષ (રહે.દોરગામ તાલુકો આમોદ, જિલ્લો ભરૂચ )બને આરોપી વોન્ટેડ જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ શક્તિસિંહ સુખદેવસિંહ  ફરિયાદ આપતા નવસારી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે ગુના રજીસ્ટર કરવામાં આવેલ છે વધુ તપાસ પોલીસ કરી રહી છે

(7:10 pm IST)