Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સરકારી કચેરી પરિસર અને તેની ૨૦૦ મીટર ત્રિજ્‍યા વિસ્‍તારમાં ધરણાં-ઉપવાસ કરવા પર પ્રતિબંધ: વલસાડ જિલ્લા કલેકટરનું જાહેરનામું

 વલસાડના કલેકટર અને જિલ્લા મેજીસ્‍ટ્રેટ આર.આર.રાવલે તેમને મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્‍લાના જિલ્લા/ તાલુકા સેવાસદનમાં પોતાના કામ અર્થે આવતા નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે હેતુસર જિલ્‍લા સેવા સદન, વલસાડ, તથા જિલ્‍લાના તમામ તાલુકા સેવાસદનની બહાર કે જિલ્‍લા/તાલુકા સેવાસદનના પરિસરથી ૨૦૦ મીટરની ત્રિજ્‍યાના વિસ્‍તારમાં તાત્‍કાલિક અસરથી તા.૧૪/૦૮/૨૦૨૦ સુધી અનઅધિકૃત/ ગેરકાયદેસર રીતે કોઇપણ વ્‍યકિતઓ/વ્‍યકિતઓને એકી સાથે કોઇપણ જગ્‍યાએ ભેગા થઇને કોઇ મંડળી બનાવી ધરણા, પ્રતિક ધરણા, ભૂખ હળતાળ પર બેસવા, ઉપવાસ કે આમરણાંત  ઉપવાસ ઉપર બેસવા માટે મનાઇ ફરમાવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.
   આ જાહેરનામું ફરજ પર સરકારી નોકરી અથવા રોજગારમાં હોય તેવી વ્‍યકિતઓને, ફરજ પર હોય તેવી ગૃહરક્ષક દળની વ્‍યકિતઓને, લગ્નના વરઘોડા, સ્‍મશાનયાત્રા અને સક્ષમ અધિકારી તરફથી આપવામાં આવેલી પરવાનગી તેમજ સરકારરી દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનના કિસ્‍સામાં લાગુ પડશે નહીં.

(6:53 pm IST)