Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

રાજપીપળામાં ૪ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૮ કોરોના પોઝિટિવ કેસ: જિલ્લાનો કુલ આંકડો ૪૩૮એ પહોંચ્યો

રેડ જોન વિસ્તારો પૈકી અમુક વિસ્તારોની સમય મર્યાદા પૂર્ણ થતાં ખુલ્લા કરાતા સ્થાનિકોને રાહત

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોનાના સંક્રમણ ના કારણે રાજપીપળાના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે
  નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે નર્મદા જિલ્લામાં ૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં રાજપીપળામાં ૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં મોટા માલી વાડ ૧ , રાજપૂત ફળિયા ૧, ટીમબાખડકી ૨ તેમજ કરાઠા ગામ માં ૧ અને વાવડી ગામમાં ૨ સહિત જિલ્લામાં કુલ ૮ પોઝિટિવ દર્દી નોંધાયા છે
 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં હાલ ૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે અને કોવિડ કેર સેન્ટર માં ૨૩ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૧૨ દર્દીઓ છે આજે ૧૧ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં ૩૬૪ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે સાથેજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંકડો ૪૩૮ એ પોહોચ્યો છે આજે વધુ ૨૬૬ સેમ્પલ ચકાસણી હેઠળ છે

(6:29 pm IST)