Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

વાસદ:સેલવાસથી સાંજના સુમારે પીકઅપ ડાલામાં લઇ જવાતો 30 હજારનો દારૂનો જથ્થો ઝડપી પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી

વાસદ:નેશનલ નંબર આઠ ઉપર આવેલા વાસદના ટોલનાકા પાસેથી ગઈકાલે સાંજના સુમારે વાસદ પોલીસે ટાટા મેગા ડાલામાં લઈ જવાતા વિદેશી દારૂના ૩૦ હજારના જથ્થા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડીને વિદેશી દારૂ મોકલનારા સહિત કુલ ચાર વિરૂદ્ઘ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગોતો અનુસાર ગઈકાલે વાસદ પોલીસે ટોલનાકા પાસે વાહનો ચેક કરી રહી હતી ત્યારે વડોદરા તરફથી એક ટાટા મેલા ડાલુ નંબર જીજે-૦૪, એડબલ્યુ-૦૮૩૯નું આવી ચઢતાં પોલીસે તેને અટકાવીને ચાલકની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતુ કે, સેલવાસથી સોડા બનાવવાનો પાવડર ભરીને જઈએ તેમ જણાવ્યું હતુ. જેથી પોલીસે પાછળના ભાગે મૂકેલા બોક્સોની તપાસ કરતાં શંકાસ્પદ લાગ્યું હતુ. જેથી બોક્સો ખોલીને જોતા અંદર વિદેશી બેગ પાઈપર વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની ગણતરી કરતાં કુલ ૬૦ વિદેશી દારૂની બોટલો થવા પામી હતી. જેની કિંમત ૩૦ હજાર થવા જાય છે.

(6:19 pm IST)