Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

સુરતમાં ઓએલએક્સ પર વેચવા મુકેલ કાર ખરીદવાની તૈયારી બતાવી બે ભેજાબાજો ટેસ્ટ ડ્રાઈવના બહાને કાર લઇ રફુચક્કર:ગુનો દાખલ

સુરત:OLX વેબસાઇટ પર વેચવા મુકેલી ટાટા નેક્ષોન કાર ખરીદવાની તૈયારી દર્શાવી બે ભેજાબાજે કારની ટેસ્ટ ડ્રાઇવ લેવાના બ્હાને મળવા બોલાવ્યા બાદ કાર લઇ રફુચક્કર થઇ જતા ખટોદરા પોલીસ મથકમાં ઠગાઇની ફરિયાદ નોંધાય છે.

વેસુ ન્યુ વીઆઇપી રોડ સ્થિત આર્પા બિલ્ડીંગમાં રહેતા સૌરવ મનોજ મોરે (..22) ઓએલએક્સ વેબસાઇટ પર પોતાની ટાટા નેક્ષોન કાર નંબર જીજે-5 આરજી-1397 વેચવા માટે મુકી હતી. કાર ખરીદવા માટે બે ભેજાબાજે તૈયારી દર્શાવી સૌરવને વેસુ ન્યુ વીઆઇપી રોડ પર ટેસ્ટ ડ્રાઇવ માટે મળવા બોલાવ્યો હતો. બંન્ને ભેજાબાજે સૌરવને ડ્રાઇવરની બાજુની સીટ પર બેસાડી વેસુ વીઆઇપી રોડથી સેકન્ડ વીઆઇપી રોડ તરફ કાર ચલાવી ટેસ્ટ ડ્રાઇવ લીધી હતી. ત્યાર બાદ ટેસ્ટ ડ્રાઇવ થઇ ગઇ છે તમે અમને વેસુ સેકન્ડ વીઆઇપી રોડ પર કાર ઉભી રાખી હતી અને હવે તમે અમને પીપલોદ પાસે મુકી દો એમ કહી સૌરવને ડ્રાઇવીંગ સીટ પર બેસવા કહ્યું હતું

(6:12 pm IST)