Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારમાં અગમ્ય કારણોસર 27 વર્ષીય યુવતીએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વડોદરા: શહેરના છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતી  ૨૭ વર્ષની યુવતી અને નવાપુરા વિસ્તારમાં રહેતા ૩૦ વર્ષના યુવાને રહસ્યમય સંજોગોમાં આપઘાત કરી લીધા છે.

છાણી જકાતનાકા વીએમસી કવાટર્સમાં રહેતી ૨૭ વર્ષની જુલી વિઠ્ઠલભાઈ પરમારે ગત રાત્રે અગમ્ય કારણોસર પોતાના ઘરે શૌચાલયમાં લોખંડની એન્ગલ સાથે દુપટ્ટ બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેનું મોત નિપજ્યું છે. ફતેગંજ પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે અન્ય  એક બનાવમાં નવાપુરા જયરત્ન ચાર રસ્તા પાસે બંસી કોમ્પલેક્ષમાં રહેતા ૩૦ વર્ષના સાગર સુરેશભાઈ ગોદડીયાએ મકાનનો દરવાજો બંધ કરીને સીલીંગ ફેનમાં ઓઢણી વડે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. સાગરે કયા કારણોસર આપઘાત કર્યો તે અંગે નવાપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(6:11 pm IST)