Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અબુધાબીની કંપની સાથે 43 કરોડની છેતરપિંડી આચરનાર વડોદરાના શખ્સની ધરપકડ કરવામાં આવી

વડોદરા:અબુધાબીની કંપની સાથે રૂ. 43 કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં પોલીસે દુબઈની કંપનીના ડિરેક્ટર બનાવાયેલા એક શખ્સને ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી છે.

અબુધાબીની જેનીસીસ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રી ને તેના નવા પ્લાન્ટ માટે જરૂરી ઉચ્ચ ગુણવત્તા વાળી મશીનરી ના બદલે માંડ 15 કરોડની કિંમતની સેકન્ડ હેન્ડ મશીનરી અને સ્પેરપાર્ટ મોકલી બોગસ બિલો બનાવીને રૂ. 43 કરોડની ઠગાઈ કરવા બદલ વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દુબઈના સલીમ હમીદ મેમણ મૂળ રહે સન્મોદ પાર્ક, તાંદલજા તેમજ તેના ભાઈ જાવેદ અને પિતા હમિદ ભાઈ સામે ગુનો દાખલ કર્યો હતો.

પોલીસે જાવેદ મેમણની ધરપકડ કર્યા બાદ તપાસ દરમિયાન દુબઈની અલ સેસાઝ ઇન્ટરનેશનલ ટ્રેડલિન્ક નામની કંપનીના ડિરેક્ટર બનાવેલા સુલતાન ગુલામ ભાઈ ચૌહાણ રહે સમૃદ્ધિ સોસાયટી વાઘોડિયા ખટંબા રોડની પૂછપરછ કરાઈ છે.

(6:05 pm IST)