Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પછાત વર્ગના મેડીકલ-ઇજનેરીના વિદ્યાર્થીઓને ભોજન સહાયમાં વધારો

મહિને રૂ. ૧ર૦૦ ના બદલે રૂ. ૧પ૦૦ મળશે

રાજકોટ, તા. પ :  રાજય સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના મેડીકલ અને એન્જીનિયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આપવામાં આવતી ભોજન બીલ સહાય માસિક રૂ. ૧ર૦૦ થી વધારીને રૂ. ૧પ૦૦ કરી છે. આ અંગે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઉપસચિવ દીપક હડીયલની સહીથી તા. ર૮મીએ પરિપત્ર પ્રસિધ્ધ કરવામાં આવેલ છે.

પુખ્ત વિચારણાના અંતે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના મેડીકલ અને એન્જીનીયરીંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલ માસિક રૂ. ૧ર૦૦/- દસ (૧૦) માસ માટે આપવામાં આવતી ભોજન બિલ સહાયમાં માસિક રૂ. ૩૦૦/- નો વધારો કરીને માસિક રૂ.૧પ૦૦/- દસ (૧૦) માસ માટે આપવા માટે ની અંદાજિત પ૦૦૦ વિદ્યાર્થીઓ માટે રૂ. ૧પ૦.૦૦ લાખ (અંકે રૂપિયા એક કરોડ પચાસ લાખ પુરા) ની નવી બાબતની વર્ષ ર૦ર૦-ર૧ ના અંદાજ પત્રમાં થયેલ જોગવાઇને શરતોને આધીન મંજુરી આપવામાં આવે છે.

(2:51 pm IST)