Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

પરણીત પ્રેમી પંખીડા 12 સંતાનોને મૂકી ભાગી ગયા: 7 સંતાનોની માતા અને 5 સંતાનોનો પિતા ફરાર : 20 વર્ષના સંસારમાં ભંગાણ

મહેશ અને રમીલા ઘરેથી ભાગી ગયા હતા.: બંને પરિવારોએ શોધખોળ શરૂ કરી

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાં પ્રેમમાં પડ્યા બાદ 7 સંતાનોની માતા અને 5 સંતાનોના પિતા ઘર છોડીને ભાગી ગયા છે. પરિણીત પ્રેમી અને પ્રેમિકા 12 સંતાનોને ઘરે મુકીને ભાગી જતા દાહોદ જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલે પતિએ પત્નીને પરત મેળવવા માટે પોલીસનો આશરો લીધો છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના એક ગામમાં રહેતા નરેશના લગ્ન રમીલા(નામો બદલ્યું છે) સાથે 20 વર્ષ પહેલા સમાજના રિતી-રિવાજ પ્રમાણે થયા હતા. આ દરમિયાન તેઓ 2 પુત્ર અને 5 પુત્રીના પિતા બન્યા હતા. જોકે આધેડ અવસ્થામાં પહોંચી ગયેલી 7 સંતાનોની માતા રમીલાને તેની બાજુના ગામમાં રહેતા 5 સંતાનોના પિતા મહેશ સાથે પ્રેમ થઇ ગયો હતો. જેને પગલે નરેશ અને રમીલાના 20 વર્ષના સુખી સંસારમાં ભંગાણ પડ્યું હતું. 15 દિવસ પહેલા મહેશ અને રમીલા ઘરેથી ભાગી ગયા હતા. જેથી બંને પરિવારોએ શોધખોળ શરૂ કરી હતી.

(12:58 pm IST)