Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

લોકો માટે મારા દરવાજા ખૂલ્લા, પરંતુ હું ઇચ્છુ કે લોકોના કામ પોલીસ મથકમાં જ થઇ જાય

રાજકોટના પૂર્વ અને અમદાવાદના નવનિયુકત સીપી સંજય શ્રીવાસ્તવ અકિલા સમક્ષ મનની વાત કરી : સીઆઇડી વડા તરીકેનો મારો અનુભવ કામે લગાડી, ડ્રગ્સ માફીયાઓ અને ડ્રગ્સ ડીલર્સોને જાળમાં લેવા ઘડાયેલી રણનીતી શહેરમાં અમલ કરાવીશ

રાજકોટ, તા., પઃ ઓછુ બોલી અને વધુમાં વધુ કામ કરવુ અને સ્ટાફ પાસેથી કામ લેવુ તેવી પધ્ધતી માટે જાણીતા ડીજીપી કક્ષાના અમદાવાદના નવનિયુકત પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે અકિલા સાથેની  નિખાલસ ચર્ચામાં પોતાના મનની વાત કરતા જણાવેલ કે રાજકોટ માફક અમદાવાદમાં પણ લોકો પોતાની ફરીયાદ માટે મને ગમે ત્યારે મળી શકે તે માટે મારા દ્વારા ખુલ્લા જ રહેશે, પરંતુ હું દિલથી ઇચ્છુ કે લોકોની ફરીયાદનો નિકાલ જે તે પોલીસ મથકમાં જ થઇ જવો જોઇએ જેથી લોકોને મારા સુધી ધક્કો ખાવો ન પડે.

અકિલા સાથેની વાતચીતમાં તેઓએ જણાવેલ કે પોતે શું ઇચ્છે છે અને કામ કરવાની પધ્ધતી કઇ પ્રકારની રહેશે તેની સ્પષ્ટ રૂપરેખા  બન્ને સેકટર વડાઓ, તમામ ડીસીપીઓ, એસીપીઓથી લઇ પીઆઇ સુધીના અધિકારીઓને આપી દેવામાં આવી છે.

શહેરની સ્કુલ કોલેજો નજીક કેફી દ્રવ્યોનું વેચાણ અને બહારથી આવા કેફી દ્રવ્યોની ડ્રગ્સ માફીયાઓ દ્વારા ઘુસણખોરી અટકાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી  સ્ટાફને વિશેષ જવાબદારીઓ સુપ્રત કરવામાં આવી છે. તેઓએ જણાવેલ કે રાજયના સીઆઇડી વડા તરીકે તેઓએ ડ્રગ્સ માફીયાઓ  અને તેની ઘુસણખોરી સહીતની વિવિધ પધ્ધતીઓનો અભ્યાસ કરી રાજય વ્યાપી  રણનીતી અમલમાં મુકી હતી તેનો અમલ સમગ્ર શહેરમાં કઇ રીતે કરાવવો તે તમામ બાબતો વિચારી લઇ તેનાથી શહેરના તમામ અધિકારીઓને વાકેફ કરી દેવામાં આવ્યા છે.

કાયદો અને વ્યવસ્થા ટોપ પ્રાયોરીટી સાથે હાલમાં કોવીડ-૧૯ની જે મહામારી ચાલી રહી છે, રાજય સરકાર દ્વારા તથા  મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા જે પગલાઓ  લેવાઇ રહયા છે તેને પોલીસ દ્વારા સંપુર્ણ રીતે સાથ-સહકાર આપી મદદ કરવાની બાબતને પણ પ્રાથમીકતા આપવામાં આવશે.

(12:06 pm IST)