Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા :રાજપીપળાની કોવીડ-19 હોસ્પીટલની વ્યવસ્થામા સુધારના આદેશ

ચાર મહિનામાં કોવિડ હોસ્પિટલની બેદરકારી અને અન્ય બાબત પ્રકાશમાં આવ્યા બાદ તંત્ર જાગ્યું હોય તેમ તંત્ર હવે સફાળું જાગ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાની રાજપીપળા સ્થિત કોવીડ-19 હોસ્પીટલમા સારવાર અને વ્યવસ્થા બાબતની ઉઠેલી અસંખ્ય ફરીયાદો અને મિડીયાના સતત રિપોર્ટીંગ ને કારણે તંત્ર હરકતમા આવ્યું છે.પાછલાં દિવસોમા વેન્ટીલેટરના સપોર્ટના અભાવમા દર્દીઓ મૃત્યુ પામ્યાંના ગંભીર આક્ષેપોની હારમાળા સર્જાઈ હતી, ત્યારબાદ ડેડીયાપાડા તાલુકાના ખોખરા ઉમર ગામના વતની નુ રહસ્યમય સંજોગો મા મોત નિપજતાં મૃતક ના પુત્ર એ મુખ્યમંત્રી સહીત જીલ્લા ના ઉચ્ચ અધિકારી ઓને સમગ્ર બાબત થી વાકેફ કરી નિષ્કાળજી દાખવનાર ડોકટર અને સ્ટાફ સામે કાર્યવાહી ની માંગ કરી હતી.

  આથી કલેકટર મનોજ કોઠાતી એ આ બાબત ની નોંધ લઈ આરોગ્ય અધિકારીઓ સાથે વાટાઘાટો કરી પ્રાયોજના કચેરી ના અધિક કલેકટર બી.કે પટેલ ને વ્યવસ્થા બાબત ની દેખરેખ માટે વધારાની જવાબદારી સોંપી છે, જેમની જવાબદારી હોસ્પીટલ ની વ્યવસ્થા સુચારૂ રીતે કાર્યરત રાખવાની છે, એપેડમીક અધિકારી ડો આર એસ કશ્યપ એ ફલોર દિઠ એક મેડીકલ ઓફિસર ની નિમણુંક ની તૈયારી કરી હોવાની તેમજ બહાર થી સ્પેશ્યાલિસ્ટ ડોકટર ને બોલાવવાની ખાતરી આપી હતી અને હવે પરિસ્થિતિ સુધરી જશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો, અને દર્દીઓ ના સગાં ઓ માટે એક ડેસ્ક શરુ કરવામા આવશે જ્યાં થી દર્દીઓ ની તમામ માહિતી પુરી પાડવામા આવશે તેમજ શક્ય હશે તો દર્દી અને સગાં વચ્ચે વિડીયો કોલ દ્વારા વાતચીત પણ કરાવવાની તૈયારી છે.
 આમ મિડીયા ના સતત રિપોર્ટીંગ ને કારણે તંત્ર એક્ટીવ બન્યું છે, અને નવી વ્યવસ્થા ઉભી કરવાની તૈયારીઓ મા લાગ્યુ છે.

(11:47 am IST)