Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કાલે ગુપ્તચર વડાનો ચાર્જ અનુપમસિંહ ગેહલોત સંભાળે તે પહેલા જ રાજયભરના યુનીટો સક્રિય

ડીજીપી કક્ષાની આ જગ્યા ખાસ આ આઇપીએસ માટે જ આઇજી કક્ષાની બનાવાઇ છે : મહત્વની અપડેટ થયેલી માહિતીઓ કાલ સાંજ સુધીમાં ગાંધીનગરમાં પહોંચતી કરવા તાકીદના આદેશો

રાજકોટ, તા., ૫: સાંપ્રત પરિસ્થિતિ  તથા આતંકવાદી ગતિવિધિઓ, સરહદી સુરક્ષાઓ, સ્લીપર સેલ તથા આગામી સ્થાનિક સ્વરાજયની ચૂ઼ંટણીઓ તથા ભવિષ્યની વિધાનસભાની ચૂંટણીઓ ધ્યાને લઇ હાલના મુખ્યમંત્રીથી માંડી ભુતકાળના તમામ મુખ્યમંત્રીઓ અને કેન્દ્રની નેતાગીરીના અત્યંત વિશ્વાસુ એવા અનુપમસિંહ ગેહલોતની ગુજરાતના ગુપ્તચર વડા (આઇબી વડા) તરીકે નિમણુંક થતા તેઓ કાલે ગુરૂવારે પોતાના નવા હોદાનો ચાર્જ સંભાળે તે પહેલા જ તેઓએ ગુજરાતભરના યુનીટો પાસેથી  લેઇટેસ્ટ અપડેટ કાલે સાંજ સુધીમાં ગાંધીનગરમાં પહોંચતી કરવા આદેશ કર્યાનું સૂત્રો જણાવે છે.

અત્રે યાદ રહે કે ગુજરાતના ગુપ્તચર વડા (આઇબી) ચીફનું સ્થાન ડીજીપી કક્ષાનું છે, તાજેતરના આઇપીએસ અધિકારીઓના  ફેરફાર અગાઉ ગુપ્તચર વડાનો ચાર્જ ડીજીપી કક્ષાના સંજય શ્રીવાસ્તવ પાસે જ હતો. અનુપમસિંહ ગેહલોતને આ સ્થાને મુકવા માટે જ આઇજીપી કક્ષાનું બનાવાયું છે.

અનુપમસિંહ ગેહલોત જયારે રાજકોટ પોલીસ કમિશ્નર હતા તે સમયે જ તેમનો ઓર્ડર દિલ્હી ખાતે વડાપ્રધાન સહીતના મહાનુભાવોની સિકયોરીટી માટે ખાસ ઉપસ્થિત એવા એસપીજીમાં પસંદગી થઇ હતી. ગુજરાત સરકારની વિનંતીથી જે તે સમયે આ હુકમ રદ કરવામાં આવેલો.

(11:29 am IST)