Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

વાહન પાર્કિંગને લઈને ગુજરાતમાં નવી સર્વગ્રાહી પોલિસી આવી રહી છે

 અમદાવાદ,તા.૫ : વાહન પાર્કિંગ અને ટ્રાફિક એ ગુજરાતનાં નાના મોટા દરેક શહેર માટે માથાના દુખાવા બરાબર છે. આ સમસ્યામાં થી છુટકારો મેળવવા માટે સર્વગ્રાહી પાર્કિંગ અને ટ્રાફિક પોલિસીની આવશ્યકતા હોવાનું જણાવી વાહન વ્યવહાર વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે મહાનગરપાલિકાઓ જે તે શહેરોની પોલિસી બનાવે છે તેની જગ્યાએ રાજય સરકાર સર્વગ્રાહી પોલિસી બનાવે તે વધુ ઇચ્છનિય છે.

તેમણે કહ્યું હતું કે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા માત્ર અમદાવાદ, સુરત, રાજકોટ કે આઠ મહાનગરો પુરતી મર્યાદિત નથી. રાજયના નાના શહેરોમાં પણ ટ્રાફિકની સમસ્યા વિકરાળ બનતી જાય છે. રાજયના નગરપાલિકા વિસ્તારમાં પણ પોલિસીની આવશ્યકતા છે તેથી ખુદ સરકારે આ પોલિસી સ્ટેટકક્ષાએ બનાવવી જોઇએ.

અધિકારીના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં સુરત મહાનગરે ગયા વર્ષે પાર્કિંગ પોલિસી બનાવી હતી, એવી જ રીતે રાજકોટ મહાનગરે પણ પાર્કિંગ પોલિસીનો ડ્રાફ્ટ બનાવ્યો છે. રાજયના અલગ અલગ શહેરમાં પાર્કિંગ પોલિસી બનાવવાનો કોઇ અર્થ નથી, સરકારે સર્વગ્રાહી પાર્કિંગ પોલિસીમાં ટ્રાફિક નિયમનને પણ આવરી લેવું જોઇએ.

(11:26 am IST)