Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

આવી ગઇ કોરોનાની દવા ગુજરાતની સનફાર્માએ ૩૫ રૂપિયામાં કોરોનાના હળવા લક્ષણો માટે દવા લોન્ચ કરી

અમદાવાદઃ વિશ્વભરમાં હડકંપ મચાવનારા કોરોના વાઇરસની દવાને લઇને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે, ગુજરાતની પ્રસિદ્ઘ સનફાર્મા કંપનીએ હળવા અને મધ્યમ કોરોના વાઇરસના લક્ષણોવાળા દર્દીઓ માટે દવા લોન્ચ કરી દીધી છે, કોરોનાની દવા FluGuard ની એક ટેબ્લેટની કિંમત ૩૫ રૂપિયા રાખવામાં આવી છે, જેનરિક દવા ફૈવીપિરાવીરને ફ્લુગાર્ડ બ્રાન્ડ નામ હેઠળ ભારતમાં લોન્ચ કરી દેવામાં આવી છે.

સનફાર્મા કંપની ટૂંક સમયમાં જ આ દવાને લઇને વધારે માહિતી જાહેર કરશે, હાલમાં આ દવા કોરોનાના માત્ર હળવા લક્ષણો વાળા દર્દીઓ માટે ઉપયોગી થશે, એટલે કે જેમને કોરોનાની શરૂઆત હોય તેવા દર્દીઓને આ દવા રાહત આપશે. દુનિયાની અનેક કંપનીઓ કોરોનાની દવા પર સંશોધન કરી રહી છે અને અનેક દાવા પણ કરાયા છે, ત્યારે સનફાર્માની આ દવા ભારતના લાખો કોરોનાના દર્દીઓને ઉપયોગી થશે.

(11:25 am IST)