Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અમદાવાદના રામોલ નજીક ટુ વ્હીલર પર ગાંજાની હેરાફેરી : 20 કિલો ગાંજા સાથે આરોપી ઝડપાયો

ક્રાઇમબ્રાંચે રામોલ ચોકડી પાસે 6.89 લાખનાં 20 કિલો ગાંજા સાથે આરોપીની ધરપકડ કરી

અમદાવાદ : શહેરના રામોલ નજીક ક્રાઇમબ્રાન્ચે ટુ વ્હીલર પર ગાંજો લઇ જતા એક વ્યક્તિને ઝડપી લીધો છે. હાલ આ વ્યક્તિની પુછપરછ કરી તેની પાસેથી વિગતો મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગાંજો ક્યાંથી લાવે છે અને કોને આપે છે વગેરે જેવા પાસાઓ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

 

 આ અંગેની વિગત મુજબ ક્રાઇમબ્રાંચે રામોલ ચોકડી પાસે 6.89 લાખનાં 20 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી એક્સેસ વાહન પર ગાંજો લઇને જતો હતો. ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, રામોલ તરફ એક વ્યક્તિને ગાંજો લઇને પસાર થવાનો છે. જે બાતમીના આધારે એક્સેસ વાહન પર આવતો દેખાયો હતો.

  પોલીસે રામોલથી જશોદાનગર સુધી તેનો પીછો કરીને તેને ઝડપી લીધો હતો. પોલીસે મહંમદ જાવેદ ઉર્ફે ફજુન શેખ (રહે. નવાબની ચાલી, બાબખાનના બંગલા સામે, શાહઆલમની) ધરપકડ કરી તેની પાસે રહેલા બે થેલામાંથી કુલ 20 કિલો 6.24 લાખનો ગાંજો જપ્ત કર્યો હતો.

(12:38 am IST)
  • શહેરમાં કોરોનાની વધુ ત્રણ હોસ્પિટલ શરૂ થશે : મ્યુ.કોર્પોરેશન દ્વારા મંજુરી : કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો હોય સારવાર માટે વધુ ત્રણ ખાનગી કોવીડ હોસ્પિટલ શરૂ કરવા તંત્રની કવાયતઃ ઓરેંજ, આયુષ્યમાન અને ડો.રંગાણી આ ત્રણેય હોસ્પિટોલોને સંભવત કોવીડ સારવારની મંજુરી મળે તેવી શકયતાઃ કુલ ૯૪ બેડની સુવિધા ઉભી થશે access_time 4:11 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે રાહતના સમાચાર : રાત્રે 8-30 વાગ્યા સુધીમાં વધુ 30,930 દર્દીઓ સાજા થતા કુલ 14,12,150 લોકોએ કોરોનાને મ્હાત આપી :વધુ 755 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 40,575 થયો access_time 9:03 pm IST

  • રાજકોટ શહેરનાં વોર્ડ 13 માં ભારે વરસાદ અને પવનને કારણે સ્વામિનારાયણ ચોકથી ગુરુપ્રસાદ ચોક સુધીમાં વૃક્ષોનો સોથ વળી ગયો : 20 જેવા ઝાડ પડી જતા કેબલના વાયર તૂટી ગયા : એક સ્કૂટર ચાલકને વાયર વિટાવાથી થઈ ગંભીર ઇજા:તાત્કાલીક દોશી હોસ્પિટલમાંમાં ખસેડવામાં આવ્યા access_time 11:18 pm IST