Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

જીટીયુ દ્વારા સફળતાપૂર્વક ઓનલાઇન પરીક્ષા લેવાઈ: કુલ 17,290 વિદ્યાર્થીઓ જોડાયા

પરીક્ષામાં 24 દેશોના કુલ 153 વિદેશી વિદ્યાર્થીઓ અને ભારતના 17 રાજ્યોના 1000 જેટલા વિદ્યાર્થીઓ પણ હાજર

અમદાવાદ : જીટીયુ દ્વારા સફળતાપૂર્વક ઓનલાઇન પરીક્ષા લેવાઈ હતીયુ.જી.ના 12980 માંથી 12521,ડિપ્લોમાના 3764 માંથી 3616 ,પી.જી.ના 1153 ફોર્મ 1163 17907 ના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓમાંથી કુલ 17290 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક ઓનલાઇન પરીક્ષામાં જોડાયા હતા.

એ નોંધવું ખૂબ જ રસપ્રદ છે કે, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલી આ ઓનલાઇન પરીક્ષામાં 24 દેશોના કુલ 153 વિદેશી વિદ્યાર્થીઓ અને ભારતના 17 જુદા જુદા રાજ્યોના 1000 જેટલા વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા છે.તેમ  પ્રો.નવિન શેઠ, વીસી, જીટીયુ અમદાવાદ દ્વારા જણાવ્યું છે.

(8:45 am IST)