Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

અમિતભાઈની તંદુરસ્તી માટે ઠેર-ઠેર મંદિરોમાં યજ્ઞ અને પ્રાર્થના: પ્રદીપસિંહ વાઘેલાએ મહા મૃત્યુંજય યજ્ઞ કરાવ્યો

ગૃહમંત્રી અમિતભાઇ શાહ કોરોના પોઝિટિવ જાહેર થતા એમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે

અમદાવાદઃ કોરોના કહેર વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ કોરોના પોઝિટિવ જાહેર થતા એમને સારવાર અર્થે દાખલ કરાયા છે.હાલ ડોક્ટરોની ટીમ દ્વારા એમની સારવાર ચાલી રહી છેત્યારે અમિતભાઇ શાહના સ્વાસ્થ્યને લઇ ઠેર-ઠેર પ્રાર્થના અને યજ્ઞ કરાઈ રહ્યાં છે  ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ અમિત શાહનાં સ્વાસ્થ્ય માટે સાણંદમાં ભાજપ કાર્યકરોની ઉપસ્થિતિમાં મહા મૃત્યુંજય યજ્ઞ કરાવ્યો.

2જી ઓગસ્ટનાં દિવસે ગૃહમંત્રી અમિતભાઈ  શાહે ખુદ ટ્વિટ કરી લોકોને જાણ કરી હતી કે, “એમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ડોક્ટરની સલાહને લઈને તેઓ હોસ્પિટલમાં દાખલ થશે. હાલમાં એમની તબિયત સુધારા પર છે.”

ગૃહમંત્રી અમિતભાઈ  શાહ મૂળ ગુજરાતી હોવાથી ગુજરાતનાં સ્થાનિક કાર્યકરોમાં એમની લોક ચાહના વધારે છે. હાલમાં તેમનાં સ્વાસ્થ્યને લઇ ઠેર-ઠેર પ્રાર્થનાઓ તેમજ યજ્ઞ કરવામાં આવી રહ્યાં છે. ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ ગૃહમંત્રી અમિત શાહનાં સ્વાસ્થ્ય માટે યજ્ઞ કરાવ્યો. સાણંદમાં ભાજપ કાર્યકરોની ઉપસ્થિતિમાં મહા મૃત્યુંજય યજ્ઞ કરાવી કોરોના મહામારીથી દરેક લોકો સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી હતી.

અત્રે નોંધનીય છે કે ગૃહમંત્રી અમિતભાઈ  શાહે ગત મહિને કોરોના સંકટની વિકટ સ્થિતિમાં કાર્ય કર્યું હતું. દિલ્હીની વિકટ સ્થિતિને સુધારી કોરોનાના ખતરામાંથી બહાર કાઢ્યું હતું. દરમિયાન એમણે ઘણી બધી હોસ્પિટલોની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે સ્વાસ્થ્ય કર્મીઓ, દર્દીઓ અને અન્ય લોકોના મનોબળ વધારી સૌને પ્રોત્સાહિત કર્યા હતાં. એ જ કારણોસર તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યાં હોવા જોઈએ એવું ભાજપનાં કાર્યકરોનું માનવું છે.

(9:26 pm IST)