Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

વડોદરામાં પૂરગ્રસ્તોની મુલાકાત વેળાએ અમિત ચાવડા ખાડામાં પડતા માંડ બચ્યા :મીડિયા કેમેરામેન ખાબક્યો

સરકારે લાપરવાહી દાખવી કંટ્રોલરૂમમાં બેસીને માત્ર મોનીટરીંગ કર્યાનો આક્ષેપ

વડોદરામાં પૂરગ્રસ્તોની મુલાકાતે આવેલા કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા રસ્તાના ખાડામાં પડતા માંડ બચ્યા હતા. ચાવડા પૂરસગ્રસ્ત વિસ્તારોમાં ફરી નુકશાનીની સમીક્ષા કરી રહ્યાં હતા ત્યારે જ એક ખાડો પડતા માંડ માંડ બચ્યા હતા, જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયાનો એક કેમેરામેન ખાડામાં ખાબક્યો હતો.

   વડોદરાના શહેરના છાણી વિસ્તારમાં કોંગ્રેસ નેતાઓ અસરગ્રસ્તોની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન અચાનક એક ખાડો પડ્યો હતો. આ મુલાકાત અંગે અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોઈ સહાયતા ચુકવવામાં આવી નથી.
   અમિત ચાવડાએ આક્ષેપ કર્યો હતો કે સરકારે વડોદરામાં લાપરવાહી દાખવી હતી. આ પૂર માનસર્જીત આફત છે. ફક્ત કંટ્રોલરૂમમાં બેસી અને મોનટરિંગ કરવામાં આવ્યું છે. સરકારે પૂર બાદ પણ કેશડોલ કે અન્ય કોઈ સહાય ચુકવી નથી ચાવડાની મુલાકાત સમયે પડેલા ખાડામાં ઇલેક્ટ્રોનિક મીડિયાનો એક કેમેરામેન ઘસી પડ્યા હતા અને અમિત ચાવડાનો બચાવ થયો હતો.

 

(1:44 pm IST)