Gujarati News

Gujarati News

News of Sunday, 5th August 2018

નર્મદા ડેમમાં માત્ર બે અઠવાડીયા ચાલે તેટલું જ પાણીઃ ડેમમાં માત્ર બે ફુટ લાઇવ સ્ટોક : વરસાદ ખેંચાતા રાજયમાં ઘેરૂ બનશે જળસંકટ

નર્મદા ડેમમાં પુરતુ પાણીઆવ્યું નથી વરસાદ ખેંચાશે તો ખેડૂતોની સ્થિતિ બગડી શકેઃ હાલ પીવામાટે પાણી અપાઇ રહ્યુ છેઃ નર્મદા ડેમની સ્થિતિ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પ્રતિક્રિયા

અમદાવાદ : સૌરાષ્ટ્ર ગુજરાતની જીવાદોરી સમાન લાખો લોકોને પીવાનું  તેમજ સિંચાઇ માટેનું પાણી પુર પાડતા વિશાળ કાય નર્મદા ડેમમાં ચાલુ વર્ષે ઓછા વરસાદને કારણે પાણીની ઘટ જોવા મળી છે. હાલ જેમાં માત્ર ર અઠવાડીયા ચાલે તેટલું જ અને તેમા પણ ર ફૂટ પાણીનો લાઇવ સ્ટોક છે. પીવાના પાણી અંગે આજ રોજ રાજયનાં ડેપ્યુટી મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલે નર્મદા ડેમમાં પાણીનાં જથ્થા બાબતે આપેલ પ્રતિક્રિયામાં તેમના ચહેરા પર સ્પષ્ટ ચિંતાનાં વાદળો જણાતા હતા તેઓ કબુલ્યુ છે કે જો વરસાદ ખેંચાશે તો ખેતી માટે કપરી સ્થિતિ તેમજ પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાશે.

(2:28 pm IST)