Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

છેલ્લા છ વર્ષ થી ફેટલનો ગુનો કરી નાસ્તા,ફરતા આરોપીને ઉતાવળી ચોકડીથી પકડી પાડતી તિલકવાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે તથા નાયબ પોલીસ અધિક્ષક કેવડીયા વિભાગ વાણી દૂધાત તથા સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટર કેવડીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામા નાસતા ફરતા ,વોન્ટેડ આરોપીઓને પકડી પાડવાની સુચનાનાં પગલે તિલકવાડા પો.સ્ટે.માં ફેટલ નો ગુનો દાખલ થયેલ આ ગુનાના કામે છેલ્લા છ વર્ષ થી નાસ્તો ફરતો ભગતસિંહ ઉર્ફે ભગવાનસિંહ ભિમસિંહ ઉર્ફે ખીમસિંહ જાતે.રાવત( રહે.બિસુધરા પો.મોગરા તા.બદનોર જી.ભીલવાડા ( રાજસ્થાન ) નાઓને પકડી પાડવા તિલકવાડા કોર્ટે સી.આર.પી.સી.કલમ ૭૦ મુજબનુ વોરંટ ઈસ્યુ કરેલ છે

 . જે અનુસંધાને તિલકવાડા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એન.પરમાર તેમજ સ્ટાફ ના પોલીસ કર્મચારીઓને મળેલ ચોકકસ બાતમી આધારે ઉતાવળી ચોકડી ઉપરથી તેને પકડી પાડી અટક કરી આગળ ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

(10:08 pm IST)