Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

માંગરોલ ગામની સીમમાં જુગાર રમતા 4 શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી લીધા,એક વોન્ટેડ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોલ ગામમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે મુદ્દામાલ સાથે પકડી કાયદેસર કાર્યવાહી કરી છે

મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસે બાતમીના આધારે માંગરોલ ગામની સીમમાં જુગાર પર રેડ કરતા ત્યાં જુગાર રમતા ચાર શખ્શોમાં (૧) વિક્રમભાઇ ભુરાભાઇ તડવી (રહે,નવા રામપુરા, તા.નાંદોદ જિ.નર્મદા) (૨) રમેશભાઇ શનાભાઇ તડવી (રહે,માંગરોલ તા.નાંદોદ જી.નર્મદા )(૩) સુરેશભાઇ ભીખાભાઇ તડવી (રહે,લાછરસ  તા.નાંદોદ જિ.નર્મદા ) (૪) મહેશભાઇ રેવાદાસ તડવી (રહે,માંગરોલ તા.નાંદોદ જિ.નર્મદા )નાઓએ પકડી પાડી તેમની અંગઝડતીમાંથી રોકડા રૂ.૯,૯૦૦ તથા દાવ ઉપરના રૂ.૧,૯૦૦ મળી કુલ્લે કિંમત રૂ.૧૧૮૦૦ તથા મોબાઇલ નંગ-૦૩ કિંમત રુ.૧૫૦૦ મળી કુલ કિંમત રુ-૧૩૩૦૦ નો જુગારના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે રેડ દરમિયાન કૌશિકભાઇ કાભય તડવી (રહે,લાછરસ તા.નાંદોદ જિ.નર્મદા)  પોલીસને જોઈ નાશી જતા તેને વોન્ટેડ જાહેર કરી તમામ સામે ગુનો દાખલ કર્યો છે.

(10:06 pm IST)