Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

રાજ્યમાં સૌ પ્રથમવાર નર્મદા જિલ્લા પંચાયતમાં સંકલન સમિતિની રચના થતાં વહીવટમાં ગતિ આવશે

સમિતિની મિટિંગમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેસી પંચાયત પ્રશ્નોનો ઉકેલ લાવશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પંચાયતમાં ડીડીઓએ સંકલન સમિતિની રચના કરી છે જે અંતર્ગત પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ અને અધિકારીઓ પંચાયત ના વિવિધ વિભાગોના પ્રશ્નો નો ઉકેલ લાવશે આ પ્રકારની સંકલન સમિતિ ગુજરાતની જિલ્લા પંચાયતોમાં સૌ પ્રથમ હોવાનું જાણવા મળે છે

પ્રાપ્ત માહિતી મુજબ જિલ્લા કક્ષાએ જે રીતે કલેકટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિ હોય છે જેમાં જીલ્લાના તમામ વિભાગીય અધિકારીઓ હાજર રહી સાંસદ, ધારાસભ્ય,વગેરે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ રજુ કરેલ વીજ કંપની,પાણી પુરવઠા હાઇવે શહેરી વિકાસની સમસ્યા અંગે ફરિયાદોનો નિકાલ કરે કરે છે તે રીતે જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ એ જિલ્લા પંચાયતના તમામ વિભાગીય અધિકારીઓ અને પદાધિકારીઓની એક સંકલન સમિતિની રચના કરી છે જેમાં માત્ર પંચાયતને લગતા પ્રશ્નોનો ઉકેલ જે તે વિભાગના અધિકારીઓ લાવશે

  આ સમિતિ મામલે જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેબ વસ્વાવાના જણાવ્યા મુજબ ફક્ત સામાન્ય સભા માંજ સભ્યો અને અધિકારીઓ. ભેગા મળતા પરંતુ જેના એજન્ડા અલગ હોય છે જયારે ડીડીઓ એ બનાવેલી સમિતિમાં ગ્રામ્ય કક્ષા ના પંચાયતના પ્રશ્નો સાથે એક મંચ પર અધિકારીઓ અને પદાધિકારીઓ ભેગા મળી પ્રશ્નોનો ઉકેલ લાવશે જેથી જિલ્લા પંચાયત ના વહીવટમાં ગતિ આવશે. અને સૌ સભ્યોએ આ નવતર અભિગમને આવકાર્યો છે આ પ્રકારની સંકલન સમિતિની રચના ગુજરાતની તમામ. જીલ્લા પંચાયતોમાં સૌ પ્રથમવાર હોવાનું જાણવા મળે છે

(10:02 pm IST)