Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

રાજ્યમાં એક જળાશય હાઇ એલર્ટ પર અને એક જળાશય વોર્નિંગ પર રખાયા : સરદાર સરોવરમાં કુલ સંગ્રહશકિતના 43.12 ટકા જળસંગ્રહ

રાજ્યનાં 206 જળાશયોમાં 1,87,269 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ જે કુલ સંગ્રહશકિતના 33.61 ટકા

અમદાવાદ :  કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે તા.૦4/07/2022 સુધીમાં અંદાજિત 30,20,616 હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 40,53, 982 હેક્ટર વાવેતર થયું હતું.

 જ્યારે સિંચાઇ વિભાગના જણાવ્યા અનુંસાર સરદાર સરોવર જળાશયમાં 1,44,070 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહશકિતના 43.12 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,87,269 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 33.61 ટકા છે. હાલમાં રાજ્યમાં એક જળાશય હાઇ એલર્ટ પર તેમજ એક જળાશય વોર્નિંગ પર છે.

(9:41 pm IST)