Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરગામમાં સાડા છ ઇંચ વરસાદ : જળબંબોળ

પારડીમાં સાડા પાંચ, પલસાણા અને વાપીમાં પણ સાડા ચાર ઇંચ, સુરત શહેર અને ચોર્યાસીમાં ચાર-ચાર ઇંચ વરસાદ

અમદાવદ :  ગુજરાતમાં અત્યાર સુધીમાં સારો એવો વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ઉમરગામમાં સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે. પારડીમાં સાડા પાંચ, પલસાણામાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. વાપીમાં પણ સાડા ચાર ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત શહેર અને ચોર્યાસીમાં ચાર-ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

  દક્ષિણ ગુજરાતમાં પણ મોટા ભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. કેટલાક વિસ્તારમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. વરસાદના પગલે નદી-નાળાઓ છલકાયા છે. ડેમમાં પણ પાણીની આવક વધી છે. જેના કારણે ખેડૂતોસહિત તંત્રમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

(9:00 pm IST)