Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

વડોદરામાં સુરસાગર તળાવમાં પડકાર ઝિલવા માટે યુવક કૂદી પડ્યો :તરતો -તરતો શિવજીની પ્રતિમા પર પહોંચ્યો

મિત્રોએ તેને ચેલેન્જ કરી હતી કે નેપાલી યુવાન કશું કરી શકે નહીં. જો તું સાચો નેપાલી હોય તો શિવજીની મૂર્તિ પર ચડીને બતાવ.અને આવેશમાં આવી મેં સુરસાગરમાં ભૂસકો મારી દીધો

વડોદરા : શહેરની મધ્યમાં આવેલ સુરસાગર તળાવમાં પડકાર ઝિલવા માટે એક યુવક કૂદી પડ્યો. તરતો-તરતો શિવજીની પ્રતિમા પર પહોંચ્યો અને ઉપર ચઢીને પડકાર પૂરો કરવાનો દમ માર્યો. સુરસાગર તળાવને ફરતે સિક્યુરિટીના સાત કોઠા પાર કરી એક યુવાન સવા બે વાગ્યાની આસપાસ તળાવમાંમાં કૂદી પડ્યો.ફરજ પર તેનાત સિક્યુરિટી ગાર્ડઝ કઈ સમજે તે પહેલા જ યુવાને સ્વિમિંગ કરી શિવજીની મૂર્તિ સુધી પહોંચી ગયો અને આજુબાજુ બાંધેલા પાલકના સહારે તે મૂર્તિ પર ચડી ગયો. બનાવની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનુ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા.

યુવાનને બહાર કાઢી તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે મિત્રોએ તેને ચેલેન્જ કરી હતી કે નેપાલી યુવાન કશું કરી શકે નહીં. જો તું સાચો નેપાલી હોય તો શિવજીની મૂર્તિ પર ચડીને બતાવ.અને આવેશમાં આવી મેં સુરસાગરમાં ભૂસકો મારી દીધો હતો. યુવકને તળાવમાંથી બહાર કાઢ્યા બાદ ફાયર બિગેડ દ્વારા તેને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

 

અત્રે ઉલ્લેખનીય છે કે સુરસાગર તળાવના બ્યુટીફિકેશન બાદ તેને ફરતે ચાપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.સિક્યુરિટી પાછળ કરોડોનું આંધણ છતાં આ પ્રકારની ઘટના ગંભીર બેદરકારીને છતી કરે છે.

(7:35 pm IST)