Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

અંકલેશ્વરની સુશ્રુષા હોસ્પિટલમાં મહિલાએ એક, બે નહિ પણ ત્રણ બાળકોને પ્રથમ નેચરલ પ્રસૂતિમાં જન્મ આપ્યો

જુડવા-ટ્વીન્સ બાળકો 250 ડિલિવરીએ, ટ્રીપલેટ 10 હજાર અને ચાર બાળકો 7 લાખ ડિલિવરીએ ભાગ્યે જ એક કિસ્સામાં જન્મે છે

અંકલેશ્વરની સુશ્રુષા હોસ્પિટલમાં મહિલાએ એક, બે નહિ પણ ત્રણ બાળકોને પ્રથમ નેચરલ પ્રસૂતિમાં જન્મ આપ્યો હોવાનો 10 હજાર પ્રેગ્નન્સીએ ભાગ્યે જ બનતો એક કિસ્સો સામે આવ્યો છે.

ગડખોલ ગામે રહેતા 36 વર્ષીય જીતેન્દ્ર વર્મા અને 30 વર્ષીય બીબતાબેનના લગ્ન 3 વર્ષ પહેલાં થયા હતા. પત્ની સગર્ભા થતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

અંકલેશ્વરના વર્મા પરિવારમાં એક, બે નહિ પણ એક સાથે ત્રણ પારણા બાંધવાનો અવસર આવ્યો છે. જ્યાં બે બાબા દોઢ કિલો વજનના અને એક બેબી 1 કિલો 200 ગ્રામ વજનની 30 વર્ષના બબીતાબેનને પ્રથમ નેચરલ ડિલિવરીમાં જ જન્મ્યા છે

અંકલેશ્વરની સુશ્રુષા હોસ્પિટલમાં દોઢ મહિના પહેલા જ સારવાર દરમિયાન ટ્રીપલેટ્સ એટલે કે ત્રણ બાળકો હોવાનું નિદાન થયું હતું. જેની 8 માં મહિને સિઝરથી સફળ ડિલિવરી ડો. હિના પટેલે કરાવી હતી. જેમાં બબીતાબેને બે બાબા અને એક બેબીને જન્મ આપ્યો હતો.

ડો. હિના પટેલે જણાવ્યું હતું કે, જુડવા ટ્વીન્સ બાળકો જન્મવાનો રેસિયો 250 ડીલીવરીએ , ત્રણ બાળકોનો 10 હજારે ભાગ્ય જ હોય છે. જ્યારે એક સાથે 4 બાળકોનો જન્મ 7 લાખ દિલીવરીએ એક કિસ્સામાં જવલ્લે જ જોવા મળે છે.

બીબતાબેનની આ પ્રથમ નેચરલ ડિલિવરી છે. અંકલેશ્વરમાં હવે આધુનિક સગવડો હોવાથી અપૂરતા માસે અને ઓછા વજને જન્મેલા બાળકોને સારવાર આપવાનું સુલભ બન્યું છે. તેમની 25 વર્ષની પ્રેક્ટિસમાં ત્રણ બાળકોની ડિલિવરીનો આ ત્રીજો કિસ્સો સામે આવ્યો છે

(7:30 pm IST)