Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મહેસાણાના નંદાસણમાં પોલીસ ઉંઘતી રહી અને પ્રેમીકાએ પ્રેમી યુવકને લોકઅપમાંથી છોડાવી દીધો

પોલીસ જાગી જતા પ્રેમી યુવક ભાગવામાં સફળ રહ્યો જ્‍યારે પ્રેમીકા પકડાઇ ગઇ

મહેસાણાઃ મહેસાણાના નંદાસણ પોલીસ મથકમાં સ્‍ટાફ મધ્‍યરાત્રીએ આરામ કરતા લાગ જોઇ પ્રેમીકાએ જેલમાં બંધ પ્રેમી યુવકને છોડાવી બંને ફરાર થઇ જતા પોલીસ જાગી જતા પ્રેમીકાને પોલીસે ઝડપી લીધી હતી જ્‍યારે યુવક ભાગી જવામાં સફળ રહ્યો હતો. ભાગી ગયેલા પ્રેમી યુવકની શોધખોળ પોલીસ દ્વારા હાથ ધરાઇ છે.

મહેસાણાના નંદાસણથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સગીય પ્રેમિકાએ પોતાના પ્રેમીને જેલના સળીયા પાછળથી ભગાડી દીધો છે. નંદાસણ પોલીસ સ્ટેશનમાં સ્ટાફ આરામ ફરમાવી રહ્યો હતો ત્યારે પ્રેમિકાએ જેલમાં બંધ પ્રેમીને છોડાવી આઝાદ કરી દીધો છે.

ઘટના એવી છે કે એક સગીરા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ વકીલ મારફતે આ પ્રેમી યુગલ પોલીસ સ્ટેશનમાં હાજર થયું હતું. મહેસાણાના કડીમાં રહેતા એક યુવકને પોતાની પાડોશી સગીરા સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ બંને ભાગી ગયા હતા. આ મામલે યુવતીના પરિવારજનોએ યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ ફરાર થયેલ પ્રેમી યુગલ નંદાસણ પોલીસ સ્ટેશનમાં હાજર થયું હતું.

નંદાસણ પોલીસે પ્રેમીની અટકાયત કરી જેલમાં પુરી દીધો હતો. જ્યારે મહિલાને લોકઅપની બહાર રાખવામાં આવી હતી. આ દરમિયાન મધ રાત્રે મહિલા જીઆરડી અને પોલીસના કર્મચારીઓને નીંદર આવી જતા સુઈ ગયા હતા. ત્યારબાદ પ્રેમીના કહેવા પ્રમાણે પ્રેમિકાએ ચાવી કાઢી લોકઅપ ખોલી દાધુ હતું. પ્રેમિકાએ તાળુ ખોલતા પ્રેમી આઝાદ થઈ ગયો હતો.

લોકભરમાંથી પ્રેમીને બહાર કાઢી બંને ભાગી ગયા હતા. ત્યારબાદ પોલીસ સ્ટેશનનો સ્ટાફ જાગી જતા પ્રેમી દોડીને ભાગી જવામાં સફળ રહ્યો હતો. જ્યારે પ્રેમિકાને પોલીસે ઝડપી લીધી હતી. હવે પોલીસ ભાગી ગયેલા પ્રેમીની શોધખોળ કરી રહી છે. તો મહિલા હેડ કોન્સ્ટેબલે પ્રેમી-પ્રેમિકા વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાવી છે.

(5:40 pm IST)