Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે તો કેટલાક સ્‍થળોએ ભારેથી અતિભારે વરસાદ ખાબકશે

લો પ્રેશર અને મોનસૂન ટ્રફની અસરથી

રાજકોટઃ ઉત્તર ઓડિશા પર એક લો-પ્રેશર સક્રિય થયું છે, જેને કારણે રાજસ્‍થાન અને મધ્‍યપ્રદેશમાં મોન્‍સૂન ટ્રફ રચાયો છે. લો-પ્રેશર અને મોન્‍સૂન ટ્રફની અસરથી સમગ્ર ગુજરાતમાં હળવાથી ભારે તેમજ કેટલાંક સ્‍થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્‍યારે અમદાવાદમાં ૫થી ૧૦ જુલાઇ દરમિયાન ૫થી ૮ ઇંચ વરસાદ પડવાની શકયતા છે. હવામાન વિભાગે પાંચથી સાત જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્‍ય ગુજરાત અને સૌરાષ્‍ટ્રને લઈને આગાહી આપી છે. હાલ પમિ બંગાળમાં એક લો પ્રેશર બન્‍યું હોવાથી એની અસર ગુજરાત પર જોવા મળશે.

હવામાન વિભાગના ડાયરેક્‍ટર ડો.મનોરમા મોહંતીએ મીડિયાને જણાવ્‍યા પ્રમાણે, આગામી પાંચ દિવસમાં આખા ગુજરાતમાં સારોએવો વરસાદ રહેશે. ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ સંભાવના છે. ૮મી જુલાઈના રોજ ખૂબ ભારે વરસાદ પડવાની સંભાવના છે. ૭ જુલાઈ અને ૮ જુલાઈના રોજ ગુજરાતના મોટા ભાગના વિસ્‍તારોમાં સારો વરસાદ પડશે. હાલ પヘમિ બંગાળમાં એક લોૅ પ્રેશર બન્‍યું છે. આ લો પ્રેશર મધ્‍યપ્રદેશ થઈને ગુજરાત તરફ આવશે. છઠ્ઠી જુલાઈથી આખા ગુજરાતના દરિયાકાંઠે માછીમારો માટે ચેતવણી જાહેર કરાઈ છે.

(3:54 pm IST)