Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

વલસાડ જિલ્લામાં સર્વત્ર અડધાથી અઢી ઇંચ વરસાદ : જિલ્લામાં મોસમનો કુલ ૭.૮૬ ઇંચ વરસાદ નોંધાયો

વલસાડ જિલ્લા ફલડ કંટ્રોલ વિભાગમાંથી મળેલી માહિતી અનુસાર જિલ્લામાં તા.પ/૭/૨૦૨૦ના રોજ સવારે ૬-૦૦ વાગ્‍યા સુધીમાં મોસમનો કુલ ૧૯૯.૬૭ એટલે કે ૭.૮૬ ઇંચ વરસાદ વરસી ચૂકયો છે. જે પૈકી ઉમરગામ ૧૮૮ મી.મી. (૭.૪૦ ઇંચ), કપરાડા ૩૬૭ મી.મી. (૧૪.૪પ ઇંચ), ધરમપુર ૨૪૯ મી.મી. (૯.૮૦ ઇંચ), પારડી ૪પ મી.મી. ( ૧.૭૭ ઇંચ), વલસાડ ૧૭૪ મી.મી. (૬.૮પ ઇંચ) અને વાપી તાલુકામાં ૧૭પ મી.મી. ( ૬.૮૯ ઇંચ) વરસાદ નોંધાયો છે.
 તા.પ/૭/૨૦ના રોજ સવારે ૬-૦૦ વાગે પૂરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ઉમરગામ પ૯ મી.મી., કપરાડા ૧૬ મી.મી., ધરમપુર ૬ મી.મી., પારડી ૨૧ મી.મી., વલસાડ ૬૪ મી.મી. અને વાપી તાલુકામાં ૪૦ મી.મી. વરસાદ નોંધાયો છે.
 તા.પ/૭/૨૦ના રોજ સવારે ૬-૦૦ થી બપોરના ૨-૦૦ વાગ્‍યા દરમિયાન ઉમરગામ ૨૪ મી.મી., કપરાડા ૩૯ મી.મી., ધરમપુર ૦૫ મી.મી., પારડી ૪૮ મી.મી., વલસાડ ૨૯ મી.મી. અને વાપી તાલુકામાં ૫૪ મી.મી. વરસાદ નોંધાયો છે.

(11:34 pm IST)