Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

સુરતમાં કોરોનાનો હાહાકાર : આજે વધુ 264 કેસ પોઝિટિવ : 11 લોકોએ દમ તોડ્યો : 10 દિવસમાં 2240 કેસથી ફફડાટ

સુરતમાં કુલ કેસની સંખ્યા 6496 થઈ : દુકાનમાં માસ્ક વગર પ્રવેશનરને 5 હજારનો દંડ : નવી ગાઇડલાઇન જાહેર

સુરત :  હીરાનગરી સુરતમાં છેલ્લા દસ દિવસમાં કોવિડ 19 ના 2240 કેસ નોંધાયા છે .છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ  200થી વધુ  સંખ્યામાં કોરોનાના દર્દીઓ બહાર આવી રહ્યા છે

  સુરતમાં આજે 218 કેસ શહેરના અને ૪૬ કેસ અન્ય જિલ્લાના બહાર આવ્યા છે સુરતમાં અત્યાર સુધીમાં કુલ 6496 દર્દીઓ નોંધાયા છે જેમાંથી 3805 દર્દીઓ  સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. સુરતમાં આજે  11 દર્દીઓના મોત નિપજ્યા છે
 સુરતમાં હીરા ઉદ્યોગ માટે નવી ગાઇડલાઇન બનાવવામાં આવી છે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોનાના દર્દીઓની સંખ્યામાં આવેલા અચાનક વધારાને કારણે  નવા અસરકારક નિયમો બનાવવામાં આવી રહ્યા છે જેમાં સુરતમાં દુકાનોમાં માસ્ક વગર  કોઈ વ્યક્તિ પ્રવેશ કરશે તો રૂપિયા પાંચ હજારનો દંડ ફટકારવામાં આવશે

(9:41 pm IST)